ભરતી
અને
ઓટ
એ
કુદરતનો નિયમ,
પણ
આટલાં વર્ષોમાં
ક્યારેય તારા પ્રેમમાં ભરતી
કે
મારા પ્રેમમાં ઓટ જોઈ?!
ભરતી
અને
ઓટ
એ
કુદરતનો નિયમ,
પણ
આટલાં વર્ષોમાં
ક્યારેય તારા પ્રેમમાં ભરતી
કે
મારા પ્રેમમાં ઓટ જોઈ?!
ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ. ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ...
છોગાળા હવે તો છોડો વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ ! દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં. પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે. ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી. હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ બચ્ચા કહે,...
આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે સંભાળી સંભાળી ગોઠવે છે: થાળી, વાડકા, ગ્લાસ, ડિશ- બધું બરાબર છે ક્યાંય કશુંય ખોવાયું નથી કશુંય ગયું નથી- પણ અચાનક કંઈક યાદ આવતાં એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ર: ‘મારી દીકરી ક્યાં?’ ~ જયંત પાઠક
બદમાશ – ઝવેરચંદ મેઘાણી, રેલગાડીની મુસાફરી દરમિયાન આકસ્મિક જ રામલાલ પોતાની પત્નિને બદમાશોથી ભરેલા ડબ્બામાં મુકીને આવે છે, અને પછી સત્યની જાણ થતા તેને બદમાશોથી બચાવવા કેવા પ્રયત્નો કરે છે, તેમ જ ડબ્બામાજ બેઠેલ રુક્મણિનુ શુ થાય છે ? બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ. ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ...
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ? દલો તરવાડી કહે – ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ? છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી...
"આટલી ઉતાવળ! ઢોળીને ઢગલા કર્યા. ધિરજ જ નથી." ગુસ્સામાં બોલતી કવિતા મોં બગાડી કામ કરવા લાગી. આશાબેન લાચારીથી લથડાતી જીભે બોલ્યા, "બેટા, તમે કામ કરતાં હતાં અને ચા ઠરતી હતી, તો મને થયું.." અધવચ્ચે જ ગુસ્સામાં કવિતા બોલી, "તમે તમારો મગજ ન ચલાવો. ખબર છે ને શરીરમાં કંપનની તકલીફ છે તો કશું કામ નથી થતું. પણ તમે સમજો કે, માનો તો તમને શાંતિ ક્યાંથી થાય? ખરું ને ? શું થયુ ! ચા ઢોળાઈ ને!" આ સાંભળી આશાબેનની આંખમાં આંસુ આવી ગયા. આશાબેન હજી કંઈ સ્વસ્થતા ધારણ કરે એ પહેલા એનો દીકરો કવન આવ્યો, "શું બા રોજ માથાકૂટ? ઓલી બિચારીને જરા...
"શું સપના લઈને વિવાહિત સંબંધમાં પગ મૂક્યો હતો, અને આજે પાંચ વર્ષ પછી, હવે મારે જીવનના વિખેરાયેલા ટુકડાઓને ફરીથી એકત્રિત કરવા પડશે." મુક્તા મારા ખોણામાં માથું મૂકીને રડી રહી હતી. હું એને કાંઈ આશ્વાસન આપું, તે પહેલાં એને એક બીજા પછતાવાએ ઘેરી લીધો, "મમ્મી, મેં હજી થોડું સહન કરી લીધું હોત તો? વિરેનને કાંઈક સમય આપ્યો હોત, તો કદાચ મારા લગ્ન બચી જાત." સમાન પ્રોફાઇલ ધરાવતા વીરેન શાહ સાથે અમે મુક્તાનું વૈવાહિક જોડાણ ગોઠવ્યું હતું. આનંદમય તો ન કહેવાય, પરંતુ પહેલું એક વર્ષ ઠીક રહ્યું. પછી જ્યારે લગ્નની નવીનતા ફીકી પડી ગઈ, ત્યારે આઘાતજનક વાતો સામે આવવા લાગી, જેણે મારી...
આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં આવે છે (જેની પાસે મન હોય તેને માનવ કહેવાય) આપણા તમામ વ્યવહારો પછી ભલે તે ક્રિયાત્મક હોય વિચારાત્મક હોય કે વાણીમય સર્વે આપણી ઇન્દ્રિયો કે મનરૂપી સાધનો દ્વારા ચાલે છે. પરંતુ આપણને એ વિચાર ક્યારેય આવતો નથી કે આ ઇન્દ્રિયો કોની પ્રેરણાથી ચાલે છે. જો...
ગુજરાતી નવલકથાકાર, ફિલ્મી પત્રકાર, વાર્તાકાર, દિગ્દર્શક અને અભિનેતા વિઠ્ઠલ કિરપારામ પંડ્યાનો જન્મ 21 જાન્યુઆરી 1923 નાં રોજ સાબરકાંઠાના કાબોદરા ગામે થયો હતો. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય કથા સાહિત્યની પરંપરાને વળગી રહીને સાહિત્યસર્જન કરનાર આ વ્યાવસાયિક લેખકની નવલકથાઓ અને વાર્તાસંગ્રહોમાંથી ઊપસી આવતાં પાત્રો સામાન્ય વાચકવર્ગને આકર્ષવામાં સફળ નીવડ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘મીઠાં જળનાં મીન’ (1958), ‘મન, મોતી ને કાચ’ (1960), ‘ચિરપરિચિત’ (1963), ‘દરદ ન જાને કોય’ (1964), ‘નિષ્કલંક’ (1966), ‘મન મેલાં, તન ઊજળાં’ (1968), ‘ગજગ્રાહ’ (1970), ‘આંખ...
વિસામો "સર મને માફ કરજો, તમને મૂકીને જાઉં છું. હવે તમને થોડા દિવસ એકલા રહેવું પડશે" મારા કર્મચારી ગોપાલે એની સૂટકેસ ઉપાડતા મારા માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું. "સર તમને એકલા ફાવશે ને?" મેં એના ખભા પર હાથ મુકતા એને આશ્વાસન આપ્યું, "ગોપાલ તું આરામથી જા, મારી ફિકર નહીં કર. બસ સાત દિવસની વાત છે, પછી હું પણ મારા ઘરે જતો રહીશ." કહેવા માટે તો કહેવાઈ ગયું, પણ એ સાત દિવસ અતિશય ખરાબ અને લાંબા હતા. હું એક ફોટોગ્રાફર છું અને કામકાજના કારણે ગોઆમાં રહું છું, જ્યારે કે મારો પરિવાર મુંબાઈમાં છે. દર ત્રણથી ચાર મહિનામાં હું ઘરે...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.