હમણાં હાલત સાથે નથી તો શું થયું
ભગવાન તો સાથે જ છે
એકલા છીએ તો શું થયું
સચ્ચાઈ અને હિંમત તો સાથે જ છે
લડવા માટે હથિયાર નથી તો શું થયું
લડવા માટે ની હિંમત તો સાથે જ છે
દરેક મુશ્કેલી નો અંત હોય જ છે એ
વહેલી કે મોડી એ દૂર તો થઈ જાય જ છે
વિશ્વાસ રાખી જાત પર હિંમત તો રાખવાની જ છે
બાકી આજે એની વારી તો કાલે આપણી વારી પણ આવવાની જ છે
યાદ રાખ એક વાત જીંદગી ની જે આજે દુઃખ આપે છે એજ તો
કાલે ખુશી પણ એજ આપવાની છે
હાલત ગમે તેવા હોય પણ જીંદગી તો સાથે જ છે
હમણાં હાલત સાથે નથી તો શું થયું
ભગવાન તો સાથે જ છે
કોઈ સાથે નથી તો શું થયું
સચ્ચાઈ અને હિંમત તો સાથે જ છે
~ હેતલ. જોષી