અનુભવ કરવા માટે જે નથી કરેલું તેને કરવું જોઈએ. પણ એવું પણ નથી કે તેમાં હદ પાર થઈ જાય. અનુભવ કરવો એટલે જિંદગીમાંથી કાંઈકને કાંઈક શીખવું.
મારો પ્રેમનો અનુભવ ન હતો અને પહેલો પહેલો પ્રેમ થયેલો. તે મને પ્રેમ કરે છે તેવું મને લાગતું હતું. પણ ખરેખર તેવું હતું ? તે જાણવું હતું. અને આમાં ને આમાં હું પણ તેને પ્રેમ કરવા માંડ્યો હતો.
ધોરણ આઠથી દસ સુધી ભેગા ભણ્યા હતા જેમાં મારો પ્રેમ દસ માં ધોરણથી વધવા લાગ્યો. પ્રેમ વિશે તો કંઈ ખબર જ હતી નહીં. પણ પ્રેમનો જાણે કે અંદરથી સ્રાવ થતો હોય તેવું લાગતું હતું. કોઈ દિવસ મેં તેવી નજરથી જોઈ ન હતી પણ આ જ્યારથી ચાર આંખની વાત આવે એટલે પ્રેમનું જાણે કે આગમન.
તે મારા વિશે સાહેબ ને પણ પૂછે કે આને કેટલા આવ્યા માર્કસ ગણિતમાં. સામે મળે એટલે રોજ હસવાનું થાય બોલાય તો કાંઈ નહીં પણ હોઠ અને આંખો જ વાત કરતી હતી. એટલે કે
“હોઠ હસી જાય ને
આંખો કંઈ કહી જાય ”
રોજ ચાલે આવું પણ હું પણ કંઈ બોલી ન શકતો. પણ આવું તો રોજ ના ચાલે ને ?
ધોરણ દસમાં પહેલો નંબર આવ્યો મારો, પણ મારે તો નક્કી હતું કે ગમે તે થાય પણ સાયન્સ લેવું હતું તે લેવું જ હતું. પણ છૂટા પડવાનું લખ્યું હતું તે થઈ ને જ રહ્યું. મેં સાયન્સ લીધું અને તેને આર્ટસ લીધું. પ્રેમમાં વધારો થતો રહ્યો. ભગવાન પણ સાથ આપી રહ્યો હોય એવું લાગતું મને તો કેમકે મેં સાયન્સ લીધું અને મારે અપડાઉન કરવું પડતું. તે રોજ મળે મને અને હું રહી જ ન શકતો. પણ બોલાય તો કાંઈ જ નહીં. રાતે ઊંઘ આવે તો પણ તે જ દેખાય અને સપનામાં જ બોલવાનું થતું હતું મારે તો.
તેના વિશે તો કહેવાનું જ ભૂલી ગયો તે જ્યારે હસતી એટલે કે કળી ફૂલમાં રૂપાંતર થતી હોય તેવું લાગતું. તેના વિશે લખું તો શબ્દો ખૂટે તેવી હતી તે. પણ મારે એના સાથે વાત તો કરવી જ હતી પણ કઈ રીતે કરું તે જ વિચારતો હતો. એક વાર વાત એવી સાંભળી કે ભગવાન શિવની શિવરાત્રી આવે છે ત્યારે ઉપવાસ કરો તો મનોકામના બધી જ પૂરી થાય.
તો તેવું વિચારીને મેં ઉપવાસ કર્યો અને તે દિવસે શનિવાર હતો પણ તે દિવસે તો બોલી ન શક્યો. કેમકે, તે દિવસ તે વહેલા ઘરે જતી રહી હતી. તેના પપ્પા લેવા આવતા હતા તેણે તો હું કંઈ કરી શક્યો જ નહીં.
મને મનમાં ને મનમાં એવું થયું કે ભગવાન મારી સંભાળશે કે નહીં. કહેવાય છે કે સોમવાર મહાદેવનો પ્રિય દિવસ કહેવાય છે તો તેવું જ થયું, તે દિવસે મેં વિચાર્યું પણ નહોતું અને તેવું થઈ ગયું. તે દિવસે હું તૈયાર જ હતો જાણે કે ભગવાન પણ સાથ આપી રહ્યાં હતાં મારો. હું પાછળ પાછળ ગયો પણ મારા પાછળથી સાહેબ આવતા હતા. અને તેઓએ તેને કહ્યું કે બેસવું છે તો તેને ના પાડી તે કોઈ દિવસ ના પાડતી જ નહીં. હું જલ્દી જલ્દી પહોંચી ગયો એના પાસે હું તરત જ બોલી ઊઠ્યો હાઈ કેમ છો તમે ? તે હસતાં હસતાં બોલી મજામાં. મને પણ પૂછ્યું એને તમે ? હું પણ બોલી ઊઠ્યો મજામાં જ છું. તેણે પાછું પૂછ્યું ભણવાનું કેવું ચાલે છે ? મેં કીધું મસ્ત. પછી હું ત્યાંથી ખેતર બાજુ જતો રહ્યો. તે પણ જતી રહી. હું તે દિવસે એટલો ખુશ હતો કે શું કહું તમને. મારો પ્રેમ વધતો ગયો. હું એવું વિચાર તો કે લગ્ન કરીશ તો આના સાથે જ નહીંતર કોઈના સાથે નહીં કરું. ધોરણ બારમાં આવ્યો હું ત્યારે કોરોના રોગ આવ્યો હતો જેનાથી લોકડાઉન થઈ ગયું હતું ભણવાનું પણ ઓનલાઈન જેથી તે પણ મળે નહીં.
તે મારા નજીકના ગામમાં જ રહેતી હતી. તો ક્યારેક ક્યારેક તેના ઘર સામે જતો આવતો દેખાય તો ઠીક, નહીં તો પાછો આવી રહેતો. સમયની ચિંતા જ ના હોય એવું હતું.
માસ પ્રમોશન થયું બધા પાસ પણ થઈ ગયા. મારે ફોન પણ ન હતો અને તેના પાસે પણ ન હતો. પછી કોલેજ ચાલુ કરી એને બી.એ.માં એડમિશન લીધું. હું તો ઘરે જ હતો ક્યાંય ન લીધું પણ મારે બી એસસી પણ કરવું ન હતું. નીટ ની પરીક્ષા આપવી હતી જેથી ક્યાંય એડમિશન ના લીધું. નિટ આપી પણ સારી ન ગઈ તો ગુજસેટ આપેલી હતી જેમાં વેટરનરી ડોક્ટર બની શકાય. પણ મારે એમાં ન જવાયું. ધીમે ધીમે હું લૂઝ થતો ગયો. એક વર્ષ ડ્રોપ લીધો અને પછી એગ્રીકલચરમાં એડમિશન લીધું. પણ ત્યારે ફોન લઈ લીધો હતો. પણ એનો નંબર ન હતો મારી પાસે તો કરતો પણ શું કરતો. પણ નંબર એક ફ્રેન્ડ પાસેથી મળી ગયો. તો એને પહેલાં પહેલા વોટ્સેપમાં હાઈ મેસેજ કર્યો પણ એને કાંઈ બોલ્યા વગર મને બ્લોક કરી દીધો. હું તો દુ:ખી થયો. પછી મેં નંબર બદલીને મેસેજ કર્યો અને નામ પણ લખ્યું તો તેને વાત કરી પણ તેણે કીધું કે આ ફોન મારા પપ્પા પાસે રહે છે તો હું તારા સાથે વાત નહીં કરું. મેં કીધું સારું કાંઈ વાંધો નથી ચાલશે બધું જ, પણ પાછું તેનાં પહેલા જ બ્લોક કરીને જતી રહી.
હું તો ગુસ્સામાં હતો કે આમ શું કામ કર્યું તેને. પણ પાછો નંબર બદલીને વાત કરી પછી. અને ત્યારે આઇ લાઈક યુ લખી દીધું, મને પાછો બ્લોક કરી દીધો. મને એમ કે શરમ લાગતી હશે. . પછી પાછો મેં નંબર બદલીને વાત કરી કે આઇ લવ યુ જવાબ આપ. હા કે ના માં. કંઈ જવાબ ન આપ્યો મને તો.
કાંઈ વાંધો નથી હું સારો નથી દેખાતો એટલે, હું કાળો છું, મને પ્રેમ કરતા નથી આવડતું.
જે અંધારામાં રહ્યું હોય એને પ્રકાશનું કેમ પૂછો છો. પ્રેમનો અનુભવ ન હતો તે ન હતો મારે.
પણ મને ખબર પડી કે કાંઈ ખોટું કર્યું છે કામ, તેથી મેં તેના સાથે ભણતી એક છોકરી જેને કીધું કે આને કાંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો મને.
એને કીધું કે હું કહી દઈશ. મેં તરત જ બીજા દિવસે ઉપવાસ રાખ્યો કે તે મને માફ કરશે કે નહીં ? એમ વિચારતો હતો હું. ઉપવાસનું જાદુ ચાલ્યું પણ કેવું ચાલ્યું તે જોજો.
ભગવાન ક્યાં ક્યાં ફસાવી રહ્યો હતો તે જોજો હવે. પ્રેમને ભૂખ લાગે તો કોઈને પણ ખાઈ જાય. તે તમને જાણવા મળશે. કોના પર વિશ્વાસ રાખવો કોના પર નહીં રાખવો. પ્રેમની વ્યાખ્યા શીખવાડી ગયા. બીજાના થવામાં પોતાના ભૂલી ગયા એવું થયું મારે પણ.
પણ ફૂલ ને પથ્થર શું જાણે ?
“અંદર અંદર રડતો રડતો સમયની કલમ પકડી પ્રેમને લખવા બેઠો છું ”
તે સંદેશો લઈને આવ્યા કે તને માફ કરી દીધો છે એમ. હું માનતો ન હતો કે માફ નહીં કર્યો હોય મને. ફરીથી પૂછ્યું કે ખરેખર મને માફ કરી દીધો છે.
મેં કીધું મને તે વાત નહીં કરે હવે ? તેમણે કીધું કે નહીં કરે હવે એક મિત્ર તરીકે પણ નહીં.
અહીં ફરીથી કહીશ.
” દગાથી બીક નથી લાગતી, પ્રેમથી પણ ડરતા નથી પણ જેના પાછળ સમય વ્યર્થ કર્યો એને કોના પાસે માંગું ? ”
આ તો ઓછું હતું પાછું કાંઈ મને ખેંચી રહ્યું હતું તેના તરફ.
આટલી બધી ખબર પડી તો પણ હું કૂવામાં પડ્યો. જેમના પાસેથી મદદ માંગી તેને પ્રેમ ખરીદવાની વાત કરી. મેં કીધું એમ સામેથી કઈ રીતે જિંદગીમાં કોઈ દિવસ નહીં ને આજે મને તેને આઇ લાઇક યુ કહી દીધું અને એમ સીધી રીતે વાત ના થઈ મારે એમને મને એમ કહ્યું કે આઇ લાઈક યુ પછી શું આવે એમ મને પૂછ્યું. હું તો જાણી જ ગયો હતો કે આ પ્રેમ કરવા આવ્યા છે પણ હું તૈયાર ન હતો એને કીધું કે પછીઆઇ લાઈક યુ પછી જે આવે તે તને નહીં કહેવાય. પણ તેણે પાછું પૂછ્યું કે કેમ ? હું બોલી ઊઠ્યો એટલામાં કે આઈ લાઈક યુ કહેવું હોય તો પછી આઇ લાવ યુ કહી દઉં હું. તેમણે મને કીધું કે હા આજ જોઈતું હતું મારે. તો ત્યારે જલસા કરો. હું તમારો થયો હવે. તે ખુશ થઈ ગયા.
તે એટલા હોશિયાર હતા કે ભણવામાં હંમેશાં પહેલો નંબર લાવે. બોલવામાં પણ પાછળ કોઈ દિવસ ના પડે તે. મને એમ થયું કે કોઈ હમસફર બનીને આવ્યું મારી જિંદગીમાં તો.
રોજ વાત કરીએ અમે બંનેને ખુશ રહેતા. એને એક દિવસ વાત કરી કે આપણે લગ્ન નહીં થઈ શકે. મેં કીધું કેમ ? તો એમને કીધું કે જાતિ અલગ પડે છે આપણી તો. મેં કીધું મારા તરફથી હા રહેશે તમને. તે કહે કે અમારે એવા નિયમ બનાવેલા છે. મેં કીધું કે અત્યારે શું છે જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું. એમણે એવી વાતો કરી હતી મને કે મેં કીધું કે તમને કોઈ દિવસ નહીં છોડું હવે.
તેને પણ કીધું કે હું પણ નહીં છોડું. ( તમે અહીં ધ્યાન આપજો યાદ રાખજો. )
વચન ઘણા લેવાઈ ગયા. પણ, પણ નો જવાબ આગળ મળશે. હવે આગળ,
તેમણે તો ફોટા મોકલી દીધા મને વિશ્વાસ થયો કે સાચો પ્રેમ કર્યો છે હવે તો. પણ હું પણ હું હતો એમ ના મૂકું કોઈને. બે પ્રશ્ન પૂછ્યા એને.
1. તમે મને ભેગા ભણતા સાથે ત્યારે રાખડી કેમ નહોતી બાંધી ? તે મને ખબર છે તમે મને કેમ નહોતી બાંધી.
તેમણે પૂછ્યું કે કેમ બોલો તમે.
મેં કીધું મારું ગણિત કહે છે કે તમે એવા છોકરાઓને જ રાખડી બાંધી જે ખરાબ હતા એમ જ ને. તે કહે સાચું છે જે તમે કીધું તે.
આતો જવાબ મેં જ આપ્યો.
આ પ્રશ્ન પર ધ્યાન આપજો.
2. મેં કીધું કે તમે મને પ્રેમ એટલા માટે કર્યો ને કે હું દુ:ખી હતો એટલે પેલી છોકરી માટે ?
તો એમનો જવાબ આવ્યો કે ના એવું નથી એવું હોત તો તને એવું વચન ન આપ્યું હોત કે તારાથી કોઈ દિવસ દૂર નહીં થવું.
જાણે સમય તેની વાત સાંભળી ગયો હશે કે શું તેના વચનોને બાંધી રાખવા માટે સમય તેને સતાવી રહ્યો હતો.
તેને કીધું હતું કે આપણા લગ્ન ના થઈ શકે કેમકે આપણી જાતિ નડે છે.. હું માની પણ ગયો પણ એવું નહીં હું તને છોડી દઉં.
સાથ નિભાવવાના વચન આપ્યાં છે તો નિભાવવા પડશે ને.
આંખોમાં તો પ્રેમ જ તેના પ્રત્યેનો ને ખબર ક્યાં હતી મને કે આ સૂકી આંખ ક્યારેક ભીની થશે ?
તેને સગાઈ થઈ એવી એક દિવસ વાત લઈને આવી તે, તમે જ મારી જગ્યાએ હોત તમે શું કરો ? મેં તો આ સાંભળીને અભિનંદન આપી દીધા. તેણે આભાર માન્યો.
મને એમ કે તે મને વાત કહેશે કે તું દુ:ખી થયો આ વાત સાંભળીને ?
પણ ખરેખર આ વાત કરી જ નહી ને એને તો એના સગાઈની વાત કહેવામાં ખુશ હતી.
આ આંખોમાં ફેબ્રુઆરી ભરાયો ને બસ મેં કહી દીધું કે તું ખુશ એટલે હું ખુશ.
પણ આ પ્રેમ સાચો કરેલો ક્યાં સુધી રહેશે બાકી જાણે બીજી વખત મેં એને પૂછ્યું કે તારે બંનેમાંથી એકને પ્રેમ કરવાનો રહેશે. તો મને પણ ના છોડે ને ત્યાં પણ ના છોડાય એવું હતું.
ને હા એક વાત તો કહેવાનું જ ભૂલી ગયો હું મારું બીજું નામ રશ્મીલ હતું જેમાં તેણે પૂરું કર્યું હતું. જોકે નામ તો હું ના લઈ શકું પણ નામમાં અર્થ તેને જ મૂક્યો હતો. પણ હવે મારે રશ… મીલ લખવું પડે છે કેમકે તેણે મને કહી દીધું હતું કે આપણે જુદા પડી ગયા છીએ.
તો એને મને છોડવાનું નક્કી કર્યું ને અપનાવ્યો તેને જે કાલે જ આવ્યો હતો એની જિંદગીમાં.
તેને કહ્યું હતું કે આપણા લગ્ન થાય તો અમને અમારા સમાજ વાળા અલગ મૂકી દે. કેમકે જાતિ નડે છે.
હજું પણ ભારત આઝાદ થઈ ને આઝાદ ના થઈ શક્યું !
જાતિ અલગ હતી ને પ્રેમ એક પણ કોઈ કંઈ કરી ન શક્યું.
મારો પ્રેમ એટલો હતો કે ઘરે પૂછ્યા વગર પણ એને લગનની હા પાડી દીધી.
અને એનો પ્રેમ જોવો છે તમારે આંખમાંથી આંસુ આવી જશે.
જો તું મને મળે ને તો ખુદ ભગવાન મને લેવા આવે કે તારી લાઈફનો અંત આવી ગયો છે તો હું એમને એમ કહું કે થોડો સમય મારી વાત સાંભળ અને આવી ચાર ગણી લાઈફ આપ મને આના સાથ જીવવાની.
મેં કીધું હતું કે આ દિલમાં અને ફોનમાં સેવ રહેશે.
જે આજ સુધી નથી ભૂલ્યો.
ઘણું શીખવાડી ને તે થઈ છે બીજાની
આભાર તમારો આવી હતી પ્રેમ કહાની.
રહે છે તે કોઈકના દિલમાં ને મારામાં છે તે
હજુ પણ મારી બનાવી લઉં જો હા કહે તે.
પણ હવે શું ?
~Rash..mil