ડેઇલીમીલના એક રિપોર્ટમાં અલગ જ વાર્તા આવી છે. જેને જાણીને તમે દંગ રહી જશો. તમે ઘણી બધી પુનર્જન્મની વાતો સાંભળી હશે પરંતુ આ એક અલગ જ પ્રકારની સ્ટારી છે. રિપોર્ટ અનુસાર સિંગાપુરના એક વ્યક્તિએ 10 ફૂટ લાંબા કોબ્રા સાથે લગ્ન કરી લીધા છે.
તેને એવુ લાગી રહ્યુ છે કે તેની પ્રેમિકા કોબ્રાના રૂપમાં ફરી જન્મી છે. અસલમાં આ વ્યક્તિ બૌદ્ધ સિદ્ધાંતોમાં માનવા વાળો છે. તેની ગર્લફ્રેન્ડની મોત 5થી 6 વર્ષ પહેલા થઇ હતી. તેને પૂરો વિશ્વાસ છે કે આ કોબ્રા સાપ તેની ગર્લફ્રેન્ડ જ છે અને તેણે કોબ્રા સાથે લગ્ન કરી લીધા છે.
મહત્વની વાત તો એ છે કે, તેની આ વાત પર કોઇ આંગળી ઉઠાવી નથી શકતું, કારણકે આ કોબ્રા વ્યક્તિ સાથે પૂરી રીતે વફાદાર છે. આ વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાં કોબ્રા પણ સાથે જ જાય છે. આટલા ટાઇમથી તે કોબ્રાની સાથે છે છતાં તેને કરડ્યો નથી.
કોબ્રાએ આ વ્યક્તિને ક્યારેય ડરાવવાનો પણ પ્રયત્ન નથી કર્યો. બંને વચ્ચે ખૂબ પ્રેમ છે. આ જોઇને લોકો ખૂબ હેરાન થઇ જતાં હોય છે.