It’s Ok ટીમ
‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બોડી લેંગવેજ નેગેટીવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી અને ફાઈનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ક્રિકેટ ફેન’ તરીકે આપણી inconsistency છે. મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે, ત્યાં નિરાશાઓ પણ રહેવાની. ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક કયાં...