આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન બરાબર પ્રમાણમાં રાખી શકતા નથી. આજની આ ભાગદોડભરી લાઇફમાં અનેક લોકો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવી અનેક નાની-મોટી બીમારીઓથી પીડાતા હોય છે. પણ આજે અમે તમને જણાવીશું કે જ્યારે તમે બીપી ચેક કરાવવા જાવો ત્યારે તમારી કઇ-કઇ ભૂલો તમને પાછળથી ભારે પડી શકે છે. આમ જ્યારે તમે હવે બીપી ચેક કરાવો ત્યારે આ ભૂલો ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને પાછળથી કોઇ પ્રોબ્લેમ ના થાય.
બ્લડ પ્રેશર ચેક કરાવો ત્યારે વાતો કરવાનું ટાળો
અનેક લોકોને આદત હોય છે કે જ્યારે તેઓ બ્લડ પ્રેશર ચેક કરાવવા જાય ત્યારે તેઓ સતત બીજા લોકો સાથે વાતો કરતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આજથી જ આ આદતને છોડી દેજો. સતત વાતો કરવાથી તમારું બીપી ચેક કરતી વખતે સાચુ માપી શકાતુ નથી અને પછી ખોટી દવાઓ લેવાનો વારો આવે છે.
આ ટાઇપના કપડા ના પહેરો
જો તમે બીપી ચેક કરાવવા જાવો છો તો ભૂલથી પણ હવે આખી સ્લિવના કપડા પહેરીને ના જતા. આખી સ્લિવના કપડા પહેરવાથી બીપી સરખી રીતે માપી શકાતુ નથી. આ સાથે જ ઘણાં લોકોને ફિટ કપડા પહેરવાની પણ આદત હોય છે. જો તમે પણ આમાંના એક છો તો હવે તમારે પણ તમારી આ આદતોને બદલવી પડશે.
બીપીની તપાસ કરાવવા જાવો એ પહેલા બાથરૂમ જવાનું ભૂલો નહિં
બીપીની તપાસ કરાવવા જાવો એ પહેલા ઘરે બાથરૂમ જઇ આવો જેથી કરીને શરીરમાં જરૂરિયાત કરતા વધારે પાણી તમને તકલીફમાં ના મુકી શકે. કોરોના કાળમાં ખાસ તમારા ઘરના વોશરૂમનો ઉપયોગ કરજો જેથી કરીને બીજી કોઇ તકલીફ ના થાય.