વિશ્વ યુદ્ધ ૨, અથવા બીજુ વિશ્વ યુદ્ધ, (ટૂંકમાં જેને WWII અથવા WW2 કહેવામાં આવે છે) એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો, જેમાં મહા શક્તિ સહિત વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: મિત્ર અને શત્રુ. આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડ થી વધુ લોકોની જમાવટ કરવામાં આવી હતી, જેને પગલે તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક યુદ્ધ બન્યું હતું. “પૂર્ણ યુદ્ધ”ના તબક્કામાં ભાગ લેનાર અગ્રણી રાષ્ટ્રોએ તેમની સમગ્ર આર્થિક, ઔદ્યોગિક અને વિજ્ઞાની ક્ષમતાઓને યુદ્ધના પ્રયત્નમાં જોતરી હતી અને લશ્કરી તથા નાગરિક સ્રોત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી હતી. આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા, જેણે આને માનવ ઇતિહાસનો સૌથી વધારે ભયંકર સંઘર્ષ બનાવ્યો હતો.
પોલેન્ડ પર જર્મનીનું આક્રમણ અને તેના પરિણામે બ્રિટિશ સામ્રાજ્ય ના મોટાભાગના રાષ્ટ્રો અને રાષ્ટ્રકુળ દેશો અને ફ્રાન્સ દ્વારા જર્મની પર યુદ્ધની ઘોષણાની સાથે સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ ને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આ તારીખ પહેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધની સ્થિતિમાં હતા અને ’માર્કો પોલો બ્રિજ ઘટના’ (રાષ્ટ્રવાદી ચીન અને જાપાન વચ્ચે લડાયેલ), સોવિયેત યુનિયન પર જર્મનીનું આક્રમણ (ઓપરેશન બાર્બારોસા), અને દક્ષિણપૂર્વ એશિયામાં પર્લ હાર્બર તથા બ્રિટિશ અને ડચ વસાહતો જેવી ઘટનાના પગલે શરૂઆતમાં નહિ જોડાયેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા.
૧૯૪૫ માં સાથી-મિત્ર રાષ્ટ્રોના વિજય સાથે યુદ્ધનો અંત આવ્યો. વિશ્વની મહાસત્તાઓ તરીકે સોવિયેત યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સનો ઉદય થયો અને શીત યુદ્ધનો પાયો નંખાયો, જે આગામી ૪૫ વર્ષ સુધી ચાલુ રહ્યુ. આવો અન્ય સંઘર્ષ ટાળવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સ્વ-નિર્ધારના સિદ્ધાંતની સ્વીકૃતિની સાથે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ દૂર કરવાની ઝુંબેશને વેગ મળ્યો જ્યારે કે પશ્ચિમ યુરોપે પોતે પણ એકીકરણ તરફ આગળ વધવા માંડ્યુ.
વિશ્વયુદ્ધ ૧ પછીની ઘટનાઓમાં પરાજિત જર્મનીએ વર્સેલ્સની સંધિ કરી. આના પરિણામે જર્મનીએ તેનો ૧૪% જેટલો વિસ્તાર ગુમાવ્યો, અન્ય રાજ્યો સાથે જોડાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જર્મનીના સશસ્ત્ર દળોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી અને જંગી દંડ ફટકારવામાં આવ્યો. રશિયાના ગૃહ યુદ્ધ ના કારણે સોવિયેત સંઘ|સોવિયેત યુનિયનની રચના થઈ, જે ટૂંકા ગાળામાં જોસેફ સ્ટાલિનના નિયંત્રણ હેઠળ આવ્યુ. ઈટાલીમાં બેનિટો મુસોલિનિએ નવા રોમન સામ્રાજ્યની રચનાનું વચન આપી ફાસીવાદી સરમુખત્યાર તરીકે સત્તા કબજે કરી. ચીનમાં કુમિટાંગ (કેએમટી) પક્ષે પ્રાદેશિક બળવાખોરો સામે એકીકરણ અભિયાન શરૂ કર્યુ અને ૧૯૨૦ના દસકાના મધ્ય સુધીમાં ચીનનું સાધારણ એકીકરણ કર્યુ, પરંતુ ટૂંક સમયમાં જ તે ભૂતપૂર્વ ચીની સામ્યવાદી પક્ષો સામેના ગૃહ યુદ્ધમાં સપડાયુ. ચીન પર લાંબા સમયથી પ્રભાવ ધરાવનાર લશ્કરીકરણ વધારી રહેલા જાપાનીસ સામ્રાજ્ય એ ૧૯૩૧માં એશિયા પર શાસનના અધિકારના પ્રથમ પગલા તરીકે મુકડેન ઘટનાનો ઉપયોગ કર્યો અને મંચુરિયા કબજે કરવાના પગલાને ઉચિત ઠેરવવા પ્રયાસ કર્યો; બંને રાષ્ટ્રો ૧૯૩૩ માં તાંગ્ગુ ટ્રુસ સુધી શાંઘાઈ, રેહે અને હેબેઈમાં અનેક નાના-નાના યુદ્ધ લડ્યા . બાદમાં ચીનના સ્વયંસેવક દળોએ મંચુરિયા અને ચાહર અને સુઈયાનમાં જાપાનના હુમલાઓનો પ્રતિકાર જારી રાખ્યો.
૧૯૩૫ ન્યુરેમબર્ગ રેલીમાં જર્મન ટુકડીઓ
૧૯૨૩ માં જર્મન સરકારને ઉખાડી ફેંકવાના નિષ્ફળ પ્રયાસ બાદ એડોલ્ફ હિટલર 1933માં જર્મનીનો નેતા બન્યો. તેણે લોકશાહી નાબૂદ કરી, વિધ્વંસક જાતિઆધારિત વિશ્વ વ્યવસ્થાની સ્થાપનાને પ્રોત્સાહન આપતા ટૂંક સમયમાં જ પુનઃશસ્ત્રીકરણ અભિયાન શરૂ કર્યુ.[૫] આના કારણે અગાઉના યુદ્ધમાં ઘણી ખુવારી વેઠી ચૂકેલા ફ્રાન્સ, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ ચિંતામાં મૂકાયા તથા જર્મનીના કારણે તેમની વિસ્તારવાદની મહત્વાકાંક્ષા સામે જોખમ ઉભુ થતુ હોય તેવુ લાગ્યુ.[૬] પોતાનું જોડાણ ટકાવી રાખવા ફ્રાન્સે ઈટાલીને ઈથોપિયામાં મનમાની કરવા મંજૂરી આપી, કે જેના પર વિજય મેળવવાની ઈટાલીની ઈચ્છા હતી. 1935ના પ્રારંભમાં સારપ્રદેશ વિધિવત રીતે જર્મનીમાં જોડાયો અને હિટલરે વર્સેલ્સની સંધિ ફગાવીને પુનઃલશ્કરીકરણની શરૂઆત કરતા ભરતીની શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ વધારે તણાવગ્રસ્ત બની. જર્મની પર નિયંત્રણ રાખવાના ઈરાદાથી યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ અને ઈટાલીએ સ્ટ્રેસા મોરચાની રચના કરી. પૂર્વીય યુરોપના મોટા વિસ્તાર કબજે કરવાના જર્મીના ધ્યેયથી ચિંતામાં મૂકાયેલ સોવિયેત યુનિયને ફ્રાન્સ સાથેના પરસ્પર સહકારની સંધિનો અંત લાવી દીધો.
જો કે ફ્રાન્કો-સોવિયેત સંધિ અમલમાં આવતા પહેલા તે માટે રાષ્ટ્ર સંઘની અમલદારશાહીની મંજૂરી જરૂરી હોવાથી તે બિલકુલ બિનઅસરકારક બની હતી. જૂન 1935માં યુનાઈટેડ કિંગડમે જર્મની પરના અગાઉના પ્રતિબંધો હળવા કરીને તેની સાથે સાથે સ્વતંત્ર નૌકાદળ કરાર કર્યા. યુરોપ અને એશિયાના ઘટનાક્રમથી ચિંતિત યુનાઈટેડ સ્ટેટ્સે ઓગસ્ટમાં તટસ્થતા ધારો પસાર કર્યો. ઓક્ટોબરમાં ઈટાલીએ ઈથોપિયા પર આક્રમણ કર્યુ અને યુરોપીય રાષ્ટ્રોમાંથી માત્ર જર્મનીએ જ તેના આક્રમણને સમર્થન આપ્યુ. ત્યાર બાદ ઈટાલીએ ઓસ્ટ્રિયાને સેટેલાઈટ રાજ્ય બનાવવાના જર્મનીના ધ્યેય સામેના વાંધા ફગાવી દીધા. વર્સેલ્સ અને લોકાર્નો સંધિનો સીધો ભંગ કરતા હિટલરે માર્ચ 1936માં રહાઈનલેન્ડનું પુનઃલશ્કરીકરણ કર્યુ. અન્ય યુરોપિયન રાષ્ટ્રો તરફથી તેને ઓછો પ્રતિસાદ મળ્યો. જુલાઈમાં સ્પેનિશ આંતરવિગ્રહફાટી નીકળ્યો ત્યારે હિટલર અને મુસોલિનિએ સોવિયેતનું સમર્થન ધરાવતા સ્પેનિશ ગણતંત્ર સામેના યુદ્ધમાં ફાસીવાદી જનરલિસ્મો ફ્રાન્સિસ્કો ફ્રાન્કોના રાષ્ટ્રવાદી બળોનું સમર્થન કર્યુ. બંને પક્ષોએ નવા હથિયારો અને રણનીતિની નવી પદ્ધતિઓ ચકાસવા માટે સંઘર્ષનો ઉપયોગ કર્યો અને 1939ની શરૂઆતમાં રાષ્ટ્રવાદીઓ વિજયી સાબિત થયા.
તણાવ વધવા માંડતા સત્તાને મજબૂત બનાવવા અથવા એકત્ર કરવાના પ્રયાસો કરાયા. ઓક્ટોબરમાં જર્મની અને ઈટાલીએ રોમ-બર્લિન ધરીની રચના કરી અને એક મહિના બાદ જર્મની અને જાપાને સામ્યવાદને અને ખાસ કરીને સોવિયેત સંઘને ખતરારૂપ ગણી કોમિન્ટર્ન(સામ્યવાદ)-વિરોધી સંધિ કરી અને આ જ વર્ષે પાછળથી ઈટાલી પણ તેમાં જોડાયુ. ચીનમાં કુમિન્ટાંગ અને સામ્યવાદી દળો જાપાનનો સામનો કરવા અને સંગઠિત મોરચો બનાવવા શસ્ત્રવિરામ માટે સંમત થયા.
Related