ખૂબ જલ્દી ફિલ્મ ‘રાધેશ્યામ’ દ્વારા મોટા પડદા પર આવનાર સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ સાથે સંકળાયેલ એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘બાહુબલી’ ફેમ પ્રભાસ 1000 કરોડના દેવામાં ડૂબી ગયો છે. અને આ સમય તેના માટે ખૂબ મુશ્કેલ છે. રિપોર્ટ અનુસાર પ્રભાસની પોતાની પ્રોડક્શન કંપની યુવી ક્રિએશન્સ અને વી. સેલ્યુલોઇડને હાલમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌ કોઇ જાણે છે કે, વર્ષ 2020 એ આખી દુનિયા માટે ઘણી મુશ્કેલીઓ લઇને આવ્યું હતું. વર્ષ 2020માં કોરોના મહામારીએ ઘણા લોકોના પ્રિયજનો છીનવી લીધા, ઘણા વેપાર-ધંધા અટવાઈ ગયા અથવા બંધ થઇ ગયા. આ રોગચાળાએ આખી દુનિયાને પાછળ ધકેલી દીધી છે. તે જ સમયે ફિલ્મ જગતને હજી પણ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસની પોતાની પ્રોડક્શન કંપનીને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે પ્રભાસ લગભગ 1000 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો છે.
ત્યાં જ પ્રભાસની કંપની યૂવી ક્રિએશન્સ હવે ફિલ્મ ‘રાધે શ્યામ’ લઇને આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રોલમાં હશે. બંન્નેની ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. જે લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ યૂરોપમાં કરવામાં આવ્યું છે. જે 30 જુલાઇના રોજ રિલીઝ થશે. કંપનીને થયેલા ભારે નુક્સાનનાં કારણે પ્રભાસ અને તેમની ટીમને આ ફિલ્મથી ખુબ જ આશા છે. ફિલ્મમાં પ્રભાસ લવ બોયની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે.
ત્યાં જ રાધે શ્યામ સિવાય પ્રભાસ સાલાર, આદિપુરૂષ અને નાગ અશ્વિનની મલ્ટી સ્ટારર ફિલ્મ સાઇ-ફાઇમાં જોવા મળશે. પ્રભાસની આ તમામ ફિલ્મો પૈન ઇન્ડિયા પર રિલીઝ થશે.
VR Sunil Gohil