ન આપો બોજ સાવ તમે ખોટે ખોટો,
ઉડવા બાળકને પોતાનું આભ આપો.
એ કરી શકે એટલી મહેનત તો કરે છે,
નાહક બાળકને ના કદી સંતાપ આપો.
ખર્ચાઓ ઓછા કરવાનું કહેતા પહેલા,
પોતાના જે નકામા છે તેમાં કાપ આપો.
કરીને બતાવવી જોઈએ પહેલા આપણે,
અમથા અમથા ના મહેનતના જાપ આપો.
ફલાણાનો છોકરો કેવો હોંશિયાર કહીને
સાવ નકામો શું આ બાળકને દાબ આપો?
~ નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “