બધાં માતા-પિતાને પોતાના બાળકો ખૂબ જ ગમે. તેથી તેઓ પોતાના બાળકોને ખૂબ લાડ કરે. પ્રેમ કરે. પણ શું તમને ખબર છે કે વધું લાડ કરવાથી તમારા બાળક પર શું અસર પડે છે? જાણો ચાણક્ય આ વાત પર શું કહે છે?
ચાણક્ય આ વાત પર ખૂબ સારી રીતે બધાને સમજાવ્યું છે કે બાળકોને કઈ રીતે લાડ કરાય? કેટલો લાડ કરાય?
ચાણક્ય પ્રમાણે જે બાળકોને વધુ લાડ મળે છે તે લોકો ગુણી વ્યક્તિ નથી બની શકતા. તે લોકોમાં ઘણાં દોષ ઉતપન્ન થાય છે. અને જે બાળકને વધુ લાડ કરવામાં નથી આવતો તે લોકોમાં ગુણ વિકસિત થાય છે. આ સાથે જ જો તમારું બાળક કંઈક અપરાધ કરે તો તેને લાડ કરવાની બદલે દંડ દેવો જોઈએ. એ રીતે જ તેઓને પોતાની ભૂલ સમજાય છે. વધું લાડ કરવામાં તેઓની ભૂલ પર પડદો પડી જાય છે.
હવે આપણે સમજી શકીએ છીએ કે બાળકોને વધું લાડ કરવાથી શુ અસર પડે છે. અપરાધ કરવા પર તેઓ સાથે શું થવું જોઈએ.
VR Niti Sejpal