અત્યારે ચાલી રહ્યો છે વેકેશન ટાઈમ અને આજના બાળકોને જોઇને એ દિવસો યાદ આવે છે, જ્યારે કોમ્પ્યૂટર નહોતા અને મોબાઇલ પણ નહોતા. ત્યારે ખરેખરુ બાળપણ જીવાતુ હતું. અત્યારે બાળકો વિડીયો ગેમ, મોબાઇલ અને કોમ્પ્યૂટરની એટલી નજીક આવી ગયા છે કે આઉટડોર ગેમ્સ હોય છે તે પણ ભૂલી ગયા છે.
આઈ ગુજ્જુ ની રિસર્ચ અનુસાર તેમ ને લાગે છે કે આજની માતાઓ પણ પોતાના કામમાં એટલી વ્યસ્ત હોય છે કે બાળક જ્યારે રડે ત્યારે તેની પાસે બેસીને તેને ચકા-ચકીની વાર્તા કહેવાની જગ્યાએ યુ-ટ્યુબ પર જ ચકો અને ચકી બતાવી દે છે. નાનપણથી જ બાળકને રડતા ચૂપ કરાવવા માટે મોબાઇલ પકડાવી દેવાતો હોય છે, બાદમાં જ્યારે બાળકો મોટા થાય અને મોબાઇલની લત થઇ જાય છે ત્યારે તે જ માતા-પિતા કહે છે કે અમારુ બાળક મેદાન શબ્દને ઓળખતું જ નથી.
તમારા બાળકને આઉટડોર ગેમ્સ વિશે સમજાવો, પહેલા માતા-પિતા મેદાનમાંથી બાળકોને ઘરે લાવવા મથતા હતા જ્યારે અત્યારે માતા-પિતા બાળકોને મેદાનમાં મોકલવા મથે છે. તમારા બાળકોને ફરજીયાતપણે રોજ 1 કલાક મેદાનમાં રમવા માટે મોકલો. જો તમારા ઘરની આસપાસ ગ્રાઉન્ડ કે પાર્ક ના હાય તો સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં લઇ જઇને રોજના 1 થી 2 કલાક સુધી તેને કોઇ પણ રમત રમાડો.
ઉનાળાનું વેકેશન યોગ્ય સમય છે, જ્યારે તમે તમારા બાળકને મેદાનની સમીપ લઇ જઇ શકો. બાળકને શારીરિક રીતે મજબૂત કરવા માટે તેને આઉટડોર ગેમ્સ રમાડવી જ જોઇએ. નોલેજ માટે વિડીયો ગેમ્સ અને ગેજેટ આપવા જોઇએ પરંતુ ફિઝીક સ્ટ્રોંગ બનાવવા માટે બાળકને ગ્રાઉન્ડની આદત પાડવી જ જોઇએ.