બાળકોના હાલના સમયમાં બધી જ રીતે સ્ટ્રોંગ બનાવવા માટે માતા પિતા બધી જ રીત અપનાવતા હોય છે. ત્યારે બાળક માટે અલાયદી રૂમ પણ માતા પિતા બનાવતા હોય છે.
બાળક માટે અલગ રૂમ બનાવતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કારણકે તમારી આસપાસની દરેક વસ્તુ અને માણસો તમારા વ્યક્તિત્વ પર અસર કરે છે. બાળકના રૂમને એવી રીતે ડિઝાઇન કરો કે તે પોઝીટીવ બને. તે પોતાના અલગ વિશ્વમાં ખોવાઇ જાય. તમારા બાળકને જેમાં ફ્યુચર બનાવવું છે તે થીમ પર તમે રૂમ બનાવી શકો છો.
સ્ટડી અને કમ્પ્યુટર ટેબલ જરૂરી – બાળકના રૂમને ડિઝાઇન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે તેમાં સ્ટડી ટેબલ અને કમ્પ્યુટર ટેબલની ડિઝાઇનને આકર્ષક બનાવો.
જગ્યા પ્રમાણે બેડ – બાળકના રૂમને બેડની સાઇઝ પ્રમાણે ડિઝાઇન કરવો જોઇએ. બેડને પણ તમે કોઇ થીમ પ્રમાણે બનાવડાવી શકો છો.
બુક્સ અને ટૉય્ઝ માટે સ્ટોરેજ– તમારા બાળકના રૂમમાં તેના રમકડા અને બુક્સ માટે ખાસ જગ્યા હોવી જોઇએ. જેનાથી રૂમમાં રમકડા અને બુક્સના ઢગલા ના જોવા મળે.
રંગ કરે મગજ પર અસર– બાળકના રૂમમાં ક્યો કલર કરાવવો તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. કારણકે ઘણા રંગ ગરમ હોય છે અને ઘણા રંગ ઠંડા હોય છે. તેનાથી બાળકના મગજ પર અસર થાય છે. માટે ખુબ ધ્યાનપૂર્વક કલર કરાવવા જોઇએ.
બાળકને ગમતી વસ્તુ દ્વારા જો તમે રૂમની સજાવટ કરશો તો તેને ગમશે. સાથે સાથે તમારા બાળકને શું ગમે છે તે પણ તમને જાણવા મળશે.