બારી તો
ઉગાડી હોય !
અર્ધ બીડેલી
પણ હોઈ શકે
કે
બંધ પણ હોય ,
પણ,
બારીની આગળ પાછળના
વિચિત્ર દ્રશ્યો
બારણાને
અઢેલીને
સુતા ઉંબરાને
સતત ચિંતિત કરે.
આ
બારીના ઉઘાડ બંધ
થવાના
નાટ્યાત્મક..
વમળના..
કારણે…
ઘણી વખત
ઉંબરાની બાંધી મુઠ્ઠી લાખની
રહી ગયાનો
સંતોષ છે,
બારણાની ભીતરના
ખળભળાટને…….
દિનેશ નાયક “અક્ષર”