બાપુ
શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી!
આપણા દેશની ક્રાંતિકારી આંધી.
દરેક, સર્વના અતિ પ્રિય બાપુ,
આજે પણ તમને શત શત પ્રણામ હું આપું.
તમારા વિશે કંઇ પણ આકર્ષક નહોતું,
સામાન્ય માણસની જેમ સરળ વ્યક્તિત્વ ધરાવતું.
પણ શું છાપ છોડી ગયા તમે આખી દુનિયામાં!
તમારા અમૂલ્ય સિદ્ધાંતો અમર થઈ ગયા વિશ્વભરમાં.
અનંત પ્રેમ છે અહિંસાનો અર્થ,
એ વિચાર સાથે તમે હતા સમર્થ.
સત્યની ડોર તમે એવી પકડી રાખી,
અંગ્રેજ પાસે કોઈ વિકલ્પ ન રહ્યો બાકી.
સૌ પ્રથમ તો એકલા જ ચાલી પડ્યા તમે,
ફક્ત સત્ય અને અહિંસા ના ભરોસે.
તમારી સોચને માન અને લોકપ્રિયતા મળતી ગઈ,
વિશ્વાસ બેસતો ગયો અને ટોળી મોટી થતી ગઈ.
ન લડ્યા, ન ઝગડ્યા, ન ક્યારેય હાથ ઉપાડ્યો,
આંખમાં નમી, મોઢે સ્મિત, ન અવાજ ઉંચો કર્યો.
એક વિચાર ધરાવતા લોકોનું જૂથ ભેગું કર્યું, આંદોલન કર્યા, પછી ભલે ભૂખ્યા પણ રહેવું પડયું.
વિશ્વાસ હતો પોતાના સિદ્ધાંતો પર, તો અડગ રહ્યા,
અંગ્રેજો સામે ન શીશ ઝુકાવ્યું, ન હાથ ફેલાવ્યા.
“ભારત મારો દેશ છે અને સ્વતંત્રતા મારો અધિકાર,
તકલીફો પણ મારી હશે, તું ચિંતા ન કર યાર!”
અંગ્રેજોના વેપારને ઠપ કરવા,
બધાને સ્વદેશી બનાવ્યા.
ચરખા સાથે ખાદીનું ચલણ લઈ આવ્યા,
ગર્વની સાથે, ભારતને નવો પહેરવેશ આપતા ગયા.
“મૃત્યુ અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ નહીં,”
આ વિચાર એમના આજે પણ લાગે છે સહી.
બાપુ ચાલ્યા ગયા, અસર અને સિદ્ધાંતો મુકતા ગયા,
પેઢી દર પેઢી, એમને યાદ કરશે આ દુનિયા.
શમીમ મર્ચન્ટ,
_____________________________________