બાવન પાનાની બંધ બાઝી ખૂબ સારી હોય છે..!
ક્યારેક દુગી તીગી અને પંજો પણ જીતી જાય છે.
બાકી જિંદગી ની ઓપન બાઝી માં.. સાહેબ
હુકમ નો એક્કો પણ ગુલામ બની જાય છે
બાવન પાનાની બંધ બાઝી ખૂબ સારી હોય છે..!
ક્યારેક દુગી તીગી અને પંજો પણ જીતી જાય છે.
બાકી જિંદગી ની ઓપન બાઝી માં.. સાહેબ
હુકમ નો એક્કો પણ ગુલામ બની જાય છે
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...
સરનામું એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? મળે નહીં ધર મારું જો હું આપું કેવળ નામ ? કેટલું લાંબું લાંબું પપ્પા , આપણું આ સરનામું બા-દાદાનું નામ દીધું ,ઘરને ,એ પણ નક્કામું ગલી, મહોલ્લો, કોલોની ને મકાન નંબર સાથે આસપાસની દુકાનનું પણ નામ દેવું સંગાથે ઉમેરવાનું ,કોલોનીના કોમન પ્લોટની સામે સરનામું જો હોય નહીં તો કરવાનું શું નામે ? કેવળ નામથી મળે નહીં આ શ્હેર મહીં મુકામ ? એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ? સાંભળ બેટા, સ્કુલ મહીં તું યુનિફોર્મ છે પ્હેરે તારું મનગમતું તું પ્હેરે, જ્યારે રહેતી ઘેરે વાટકી પર પણ દાદાજીનું નામ લખેલું જોયું...
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...
કરુણાની મૂર્તિ અને સ્નેહનો સાગર છે માં દયાની દેવીને મમતાનો મહાસાગર છે માં.... સાગર લાગે અતુલ્ય ગાગર પાસે ને અતુલ્ય પ્રેમનું ઝરણું એટલે માં મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ને સંતાનના સ્મિતનું કારણ છે માં.... બાળકો માટે નિસ્વાર્થપ્રેમનો દરિયો છે માં સંતાનના જીવનનો હસ્તાક્ષર છે માં ઈશ્વરની કળાનું અદ્ભૂત સર્જન છે માં ચહેરામાંજ ભગવાનના દર્શન છે એ છે માં.... જેના સ્પર્શમાત્રથી શરીરની તમામ પીડા દૂર થાય એ ડોક્ટર એટલે માં જીવન ઘડતરના પાઠ શીખવનાર સાચો શિક્ષક એટલે માં.... ચહેરો જોઈને મનનાં ભાવ સમજી જાય એ મૌન વાચક છે માં ભગવાન પાસે સંતાનના સુખ માગતી યાચક છે માં.... વિધાતા સોંપે જો કલમ માતાના...
સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતા દરેક જણનું એકબીજાને ઓળખતા હોવું સામાન્ય છે. આવા જ એક નાના ગામમાં ઉંમરમાં છન્નું વરસના પણ તબિયતમાં કડેધડે ઝમકુ ડોશી. કોઈ નાના-મોટા કેસમાં સાક્ષી પૂરવા અદાલતનાં સાક્ષીના પીંજરામાં ઊભા હતા. સરકારી વકીલ વજુભાઈ વખારીયાએ ઊભા થઈને પૂછ્યું. 'આ દાવામાં હું સરકારી વકીલ છું. તમે મને ઓળખો છો?’ ‘ઓળખું છું. અરે દીકરા તું પેદા નહોતો થયો ત્યારથી જાણું છું. તારી માનો ખોળો ભરાતો નો’તો તી તારા બાપ જગમોહને એને ગામની બહાર આશ્રમમાં પડ્યા રહેતા બાબા બજરંગી પાસે આશીર્વાદ લેવા મોકલેલી. તી પૂરા પંદર દિવસ-રાત બાબાએ આશીર્વાદ આપેલા તીયારે તું પેદા થયેલો. તું નાનો હતો ત્યારથી જ નપાવટ...
એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ; અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર; લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે. જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે. કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે, ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ. સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે, સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય. લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે. સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ. પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ. નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે! પ્રેમાનંદની કાઢે પોલ,...
મને, શ્યામ! તારું રટણ શ્રેષ્ઠ લાગ્યું, મનોમન થનારું સ્મરણ શ્રેષ્ઠ લાગ્યું.. દવા છે પવન - તારા પરથી ગુજરતો, નથી અન્ય વાતાવરણ શ્રેષ્ઠ લાગ્યું.. જવું છે ખૂંપી ક્યાંક તારી સમીપે, મને ગોમતીનું કળણ શ્રેષ્ઠ લાગ્યું.. મધુર વાંસળી સૌ પ્રથમ માણનારું, - એ ગોકુળની ગાયોનું ધણ શ્રેષ્ઠ લાગ્યું.. ભલે સંસ્કૃતિ કાજ ગોકુળ ત્યજ્યું તેં, મને તોય ના એ વલણ શ્રેષ્ઠ લાગ્યું.. હજીયે ચરણરજ પડી છે જ્યાં તારી, કુરુક્ષેત્રનું એય રણ શ્રેષ્ઠ લાગ્યું.. બીજે ક્યાંય શાંતિ, 'ધીરજ' ના જણાયાં, મને ફક્ત તારું શરણ શ્રેષ્ઠ લાગ્યું.. ✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા
હે સિધ્ધાર્થ , મારી પાસે નથી રાજમહેલનો વૈભવ સેવકોનો સમૂહ રથ, અશ્વ, સારથિ, સૈનિક કોઇ નહીં , કશું નહીં. છે 3 BHK apartment રામો છે , પણ પહેલી ને આખર તારીખે રજા રાખે છે ને હોળીએ દેશમાં જાય પછી એની મરજીએ આવે છે. એની ગણત્રીમાં અઠવાડિયું સાતથી વધુ દિવસનું છે. પણ અમે એને લડતા નથી. એને આપેલા મોબાઇલને સમયસર રિચાર્જ કરાવીએ છીએ. એક સ્કુટર છે - વાંકું કરીએ પછી ચાલુ થાય છે એના પર સપરિવાર ફરવા જઇએ રવિવાર સાંજે ફૂટપાથ પર મુકેલા ટેબલ ખુરશી પર જમાવીએ લારી પર જમીએ ભાજીપાંઉ કુલ્ફી ખાઇએ ને પછી કલકત્તી પાન. મોટો આંટો - long...
દોષ, ડર, ઘબ્રાહટ અને મૂંઝવણથી મારુ માથું ફરી ગયું છે. એક તોફાન છે મારી અંદર. પ્રશ્નોનું વમળ અને વિચારોના વલય એ મને પોતાની ગિરફતમાં એવો જકડી રાખ્યો, કે મારુ સુખ અને શાંતિ છીનવી લીધું. "શું મેં ખરેખર મારા દોસ્તોની મદદ કરી હતી? શું મેં મારી પ્રતિભાનો ગેરલાભ ઉપાડ્યો હતો? શું મને પૈસાની આટલી ભૂખ હતી?" આ અને આવા અગણિત શંકાઓ એ મને પરસેવામાં ભીંજવી નાખ્યો. હું કાર્તિક પરમાર, બારમીમાં અકાઉન્ટ્સનો વિદ્યાર્થી છું, અને કોમ્પ્યુટરમાં નિષ્ણાત. કોઈના પણ અકાઉન્ટ્માં ઘૂસીને, એને હેક કરવું મારા ડાબા હાથનું ખેલ છે. મારી આ જ હોશયારીનો ફાયદો ઉપાડીને, મેં બધા મિત્રોને હજાર હજાર રૂપિયામાં,...
વણિકોમાં શાહ અટક ક્યારથી અને કેવી રીતે આવી? ગુજરાતી હિંદુઓમાં શાહ અટક માત્ર વણિક કોમમાં જ જોવા મળે છે. શાહ એટલે વાણિયો એવી માન્યતા રૃઢ થઈ ગઈ છે. વહાણે ચઢી ને વિદેશો સાથે વેપાર કરનાર " વાણિયા " પરથી વાણિયા અટક આવી હોવાનું કહેવાય છે. આપણે ત્યાં વાણિયાના નામની આગળ શાહ ઉપનામ ઘણું કરીને લગાડવામાં આવે છે. જો તેની બીજી કોઈ અટક હોય તો તેના નામને અંતે મૂકાય છે. વાણિયાના નામની મોખરે શાહ શબ્દ મુકાવો જ જોઈએ એવી પ્રથા છે. તેઓ કહે છે કે આ શાહ અટક શેના ઉપરથી પડી તે સંબંધી અનેક તર્કવિતર્કો થયા છે. (મુસલમાન લોકોમાં પણ શાહ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.