ભારત જેવા સંસ્કારી દેશમાં બળાત્કાર થવો એટલે એ એક ભારતીય તરીકે આપણા માટે પણ શરમની વાત છે અને એનાથી પણ વધુ શરમની વાત તો એ છે કે એ બળત્કારીઓ આવા કૃત્ય કરી આપણી વચ્ચે જ મસ્ત જીવે છે. સાહેબ જયારે જયારે પણ આવો કિસ્સો બંને છે ત્યારે ત્યારે આપણે એના justice માટે અલગ અલગ campeign ચલાવીએ છીએ, અલગ અલગ આંદોલન કરીયે છીએ, રોડ પર ઉતરી આવીને જે તે સરકાર સામે રોષ ઠાલવીયે છીએ પણ એના થોડાક સમય પછી આપણે એ બધુજ ભૂલી જઇયે છીએ ભલે ને પછી પેલા બળાત્કારીઓ ને સજા મળી હોય કે ન મળી હોય. આવુજ થાય છે ને..?
અત્યાર સુધી aઆપણે બધા એક જ વાત કહેતા આવ્યા છીએ કે બળાત્કારીને ફાંસી આપો પરંતુ કોઈએ એવુ કહ્યું કે બળાત્કાર ને ફાંસી આપો? એ વિકૃત માનસિકતા ને ફાંસી આપો? હા વાત જરાં અટપટી લાગશે પણ જો કદાચ બળાત્કારીઓને ખતમ કરવામાં આવશે તો એ કાલે ફરી પેદા થશે જરૂર છે બળાત્કાર ને ખતમ કરવાની. આ વિકૃત માનસિકતાને ખતમ કરવાની..
તો હવે બળાત્કાર ખતમ કરવા આ વિકૃત માનસિકતા ખતમ કરવા શુ કરી શકાય..?
મિત્રો, આપણે બધા બસ ખાલી સરકાર પાસે અપેક્ષા રાખીયે છીએ કે એ આરોપી ને પકડે ને સજા કરે. જયારે આરોપી તો આપણી વચ્ચે જ હોય છે ને.? બળાત્કાર ને ખતમ કરવા માટે બધા એ બધી જ દિશાઓ માંથી નક્કર લડત આપવી પડશે નહિ કે ખાલી સરકાર કે ખાલી પીડિતાના પરિવાર આપે. એના માટે નાનપણથી જ છોકરીઓ ને self defence શીખવાડવું પડશે, છોકરીઓ ને છોકરાની સમકક્ષ તાકાતવર બનાવવી પડશે તો સામે છેડે છોકરાઓને પણ છોકરીની તાકાત થી વાકેફ કરાવવી પડશે કે એ શુ શુ કરી શકે છે અને એના માટે ખુબ જ જરૂરી છે કે એમના પર વિશ્વાસ કરી એમને freedom આપવામાં આવે. નાનપણથી જ એમને અલગ અલગ માધ્યમ દ્વારા બળાત્કારથી વાકેફ કરાવવામાં આવે અને એવું કંઈ બને તો કંઈ રીતે પોતાની જાતનું રક્ષણ કરવું એના થી માહિતગાર કરવામાં આવે, છોકરા અને છોકરી વચ્ચે નો ભેદ દૂર કરવામાં આવે, માં તરીકે છોકરીઓ સાથે એટલી મિત્રતાભર્યું વર્તન કરો કે એ તેમની સારી ખરાબ દરેક વાત તમારી સાથે share કરી શકે ને બાપ તરીકે એના પર વિશ્વાસ રાખી એની વાત ને સમજી ને એના પર એકશન લે નહિ કે સમાજ ને નામ ના ડર થી વાત ને દબાવી દે.
સમાજે પણ એ બાબત માં આગળ આવી ને rape awareness nd self defence ના પ્રોગ્રામ કરવામાં આવે. કોઈ આરોપી પકડાઈ જાય છે તો એને કડક માં કડક સજા સૌથી ઓછા સમયગાળા માં કરવામાં આવે. આરોપીના શરીરને પણ પીડિતાના શરીર જેટલું જખ્મી કરવામાં આવે એના privet પાર્ટ ને પણ torcher કરવામાં આવે અને આને અલગ અલગ માધ્યમો દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવે જેથી આવી માનસિકતાવાળા લોકો માં એક ભય નો માહોલ ફેલાયેલો રહે. આરોપી ને કપડાં વિના રોડ પર છૂટો કરી દેવામાં આવે અને જનતા તરીકે કોઈ એને કોઈજ પ્રકારની મદદ ના કરે. એ શરમથી જ મોત ને ગળે લગાડી દે એ પ્રકારની સજા કરવામાં આવે. ફાંસી આપવાથી કંઈ વધારે ફર્ક પડતો નથી જયારે ડર દ્વારા એના જેવા બીજા અનેક વિકૃત માનસિકતા ધરાવતા લોકો માંથી આવા વિચારો દૂર કરી શકાય છે.
હા થોડો સમય લાગશે, પણ ધીરે ધીરે ચોક્કસ બળાત્કાર ખતમ થશે પરંતુ એના માટે છોકરીઓને એની સામે લાડવા સક્ષમ બનાવવી પડશે અને એની પડખે ઉભા રહી એને સાથે પણ આપવો પડશે ખાલી આંદોલનો કરવાથી કે આરોપ પ્રતિઆરોપ લગાવવાથી કંઈ જ નહિ થાય. બળાત્કારીઓ ને ખતમ કરવાની જગ્યા એ બળાત્કાર kahtam ખતમ કરવા તરફ સૌ મળીને આગળ વધીશુ તો કદાચ ઝડપથી આપણે આને ખતમ કરી શકીશુ..!
અહીં રજુ કરેલા વિચારો એ મારાં પોતાના છે અહીં કોઈ પણ સરકાર કે જે તે વ્યક્તિ પર આરોપ લગાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી આ એક માત્રા વિચાર છે..!
આશા રાખું કે આજના મુદ્દા પર ના મારાં વિચારો સાથે તમે સહમત હસો અને આ મુદ્દા પર તમારા પણ અલગ વિચારો હોય તો comment box અથવા instagram પર DM કરી શકો છો..
ફરી મળીશુ નવા મુદ્દા સાથે ત્યાં સુધી,
Stay Home – Stay Safe
– અલ્પેશ પ્રજાપતિ