“તમને ડર નથી લાગતો ? તમને ખબર છે ને અત્યારે જમાનો કેવો છે. કોઈ ગમે ત્યારે ગમે તે રીતે ફાયદો ઉપાડી શકે છે. આમ એકલું આ રીતે આ જંગલી લોકોની વચ્ચે રહેવું એ સભ્યતાની નિશાની નથી.”, રસ્તાની એક કોરે ચટ્ટાઈ વણી રહેલી બાઈ સાથે વાત કરતા મેં કહ્યું. તેણે અડધી મિનિટના મૌન પછી મને જે જવાબ આપ્યો એનાથી હું સમસમી ઉઠ્યો.
એનો પ્રત્યુત્તર હતો.” સાહેબ મને બળાત્કારની કોઈ બીક નથી લગતી. આ રમતા છોકરાઓમાંથી મારુ બાળક કયું છે અને કાયા બાળક નો બાપ કોણ છે એ પણ મને નથી ખબર અને ના તો મને જાણવામાં રસ છે. મને અમારા કરતા તમારા સભ્ય સમાજની એ સ્ત્રીઓની ચિંતા વધુ છે જેઓ રોજ પોતાના જ ઘરમાં બળાત્કારીઓ સાથે સાત જન્મોના બંધન નિભાવીને પોતાની જિંદગી જીવી જાણે છે.”
હું વિચારતો રહ્યો કે ખરેખર બળાત્કારી કોણ છે ?? અને સભ્ય કોણ ? એ બાઈ કે એ સમાજ જ્યાં આપણે રોજ એની દુહાઈ દઈને લોકો સાથે ઝઘડતા રહીયે છે.
આદિત શાહ “અંજામ”