ચૈત્ર નવરાત્રી 2022: ચૈત્ર નવરાત્રી પર ઘરે જ બનાવો સાબુદાણાની ખીચડી, આ રહી સરળ રેસીપી
અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે ચૈત્ર નવરાત્રી પર ઘરે જ બનાવો સાબુદાણાની ખીચડી. એ પણ સરળ રીતે….
સાબુદાણા ખીચડી બનાવવા માટેની સામગ્રી
સાબુદાણા – 1 કપ
મગફળી – 1/2 કપ
બાફેલા બટેટા ઝીણા સમારેલા – 1
લીલા ધાણા સમારેલી – 1 ચમચી
કઢી પત્તા – 5
લીલા મરચા સમારેલા – 2
જીરું – 1 ચમચી
લીંબુ – 1
ઘી/તેલ – 1 ચમચી
રોક મીઠું – સ્વાદ મુજબ
સાબુદાણા ખીચડી બનાવવાની રીત
સાબુદાણાની ખીચડી બનાવવા માટે, પહેલા સાબુદાણાને સારી રીતે ધોઈ લો, પછી તેને ઓછામાં ઓછા 2 કલાક સુધી સ્વચ્છ પાણીમાં પલાળી રાખો. તેને પાણીમાં પલાળી રાખવાથી સાબુદાણા એકદમ નરમ અને ફૂલી જશે. નિર્ધારિત સમય પછી એક કડાઈમાં મગફળી નાખીને મધ્યમ આંચ પર સારી રીતે તળી લો. જ્યારે મગફળી સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને એક વાસણમાં કાઢી તેની છાલ કાઢી લો. હવે મગફળીને બરછટ પીસીને બાજુ પર રાખો. આ પછી બાફેલા બટેટા લો અને તેના નાના ટુકડા કરી લો. સાથે જ સાબુદાણા ફૂલી ગયા પછી તેને એક વાસણમાં કાઢીને રાખો.
હવે એક પેનમાં તેલ મૂકી ધીમી આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું તતડવા લાગે ત્યારે તેમાં કઢી પત્તા અને લીલા મરચાં નાખીને બરાબર વખાર કરી લો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા બાફેલા બટેટા નાખીને ફ્રાય કરો. હવે તેમાં સાબુદાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ખીચડીને એક કડાઈમાં ઢાંકીને ધીમી આંચ પર લગભગ 5 મિનિટ સુધી થવા દો.
વચ્ચે એક કે બે વાર સાબુદાણાને ચમચા વડે હલાવો. આ પછી તેમાં મગફળીનો ભૂકો નાખીને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરો. ખીચડીને ફરીથી 1 થી 2 મિનિટ સુધી પાકવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ખીચડીમાં સ્વાદાનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. તમારી ઉપવાસની સાબુદાણા ખીચડી તૈયાર છે. ખીચડીમાં લીલા ધાણા ઉમેરીને સર્વ કરો.