આજે અમે તમને એક મસ્ત રેસિપી જણાવીશું. જે કોઇ પણ બીમારીના લોકો ખાય છે તો હેલ્થને કોઇ નુકસાન થતુ નથી અને તમારી ભૂખ પણ સંતોષાય છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો શુગર ફ્રી ગાજરની ખીર…
સામગ્રી
બે કપ દૂધ
8 થી 10 ગાજરની છીણ
બે ચમચી ઇલાયચી પાઉડર
½ ચમચી શુગર ફ્રી સબ્સિટટ્યૂટ
1/3 કપ માવો
8 થી 10 પિસ્તા
2 કપ ડ્રાયફ્રૂટ્સ
બનાવવાની રીત
- શુગર ફ્રી ગાજરની ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં દૂધ નાંખો અને ગરમ કરો.0
- દૂધને હવે તમારે બરાબર ઉકાળવાનું રહેશે.
- પછી ગાજરને ધોઇ લો અને છીણી લો.
- હવે આ છીણેલા ગાજરને દૂધમાં નાંખો.
- ગાજરને દૂધમાં બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ એમાં ઇલાયચી પાઉડર, પિસ્તા, શુગર ફ્રી સબ્સિટટ્યુટ્સ મિક્સ કરો.
- હવે આ મિશ્રણને ધીમા ગેસે થવા દો.
- આ મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે એમાં ડ્રાયફ્રૂટ્સ નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે આ ખીરને 15 થી 20 મિનિટ સુધી થવા દો.
- તો તૈયાર છે શુગર ફ્રી ગાજરની ખીર.
- આ ગાજરની ખીર ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે. આ ગાજરની ખીર તમે બાળકને ખવડાવો છો તો સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. આ ગાજરની ખીર તમે માવા વગર પણ બનાવી શકો છો. ગાજરની ખીર ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ ગાજરની ખીર તમે અઠવાડિયામાં એક વાર ખાઓ છો તો તમારા હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે. આ રીતે ગાજરની ખીર તમે બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવી જ બનશે અને તમને પુરી સાથે ખાવાની પણ મજા આવશે.