તમે આ રીતે ઘરે પનીર ચિલ્લા બનાવશો તો માત્ર 10 જ મિનિટમાં બની જશે અને ખાવાની પણ મજા આવશે. પનીર ચિલ્લા એક એવી વાનગી છે જે તમે મનભરીને ખાઓ છો તો પણ પેટમાં કોઇ તકલીફ થતી નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પનીર ચિલ્લા…
સામગ્રી
- ચણાનો લોટ
- ઝીણી સમારેલી ડુંગળી
- ઝીણા સમારેલા કેપ્સીકમ
- ટામેટા
- લાલ મરચું
- પનીર
- હળદર
- ધાણાજીરું
- ચાટમસાલો
- સ્વાદાનુંસાર મીઠું
- તેલ
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં ચણાનો લોટ એડ કરો.
- ત્યારબાદ આ ચણાના લોટમાં લાલ મરચું, હળદર,ધાણાજીરું, મીઠું અને પાણી ઉમેરો અને ચિલ્લાનું ખીરું તૈયાર કરી લો.
- હવે એક કડાઇ લો અને એમાં એક ચમચી તેલ એડ કરો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી અને કેપ્સીકમ સાંતળી લો.
- ત્યારબાદ એમાં મીઠું અને ચાટ મસાલો એડ કરીને બરાબર મિક્સ કરી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ટામેટા અને પનીર એડ કરો. પનીરને છીણીને તમારે એડ કરવાનું રહેશે.
- હવે નોનસ્ટીક તવીને ગરમ કરવા મુકો.
- તવી ગરમ થાય એટલે ઉપર ખીરું પાથરો અને સાઇડમાં તેલ નાંખો.
- હવે એક બાજુ આછા બ્રાઉન રંગના થાય એટલે ફેરવી લો અને પછી બીજી બાજુ થવા દો.
- તો તૈયાર છે પનીર ચિલ્લા.
- તમને ચીઝ ભાવતુ હોય તો તમે આ ચિલ્લા પર ચીઝ પણ એડ કરી શકો છો. ચીઝ નાંખેલા ચિલ્લા પણ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે.
- આ ચિલ્લાને તમે ટામેટો કેચ અપ અથવા દહીં સાથે પણ ખાઓ છો તો બહુ મસ્ત લાગે છે.
તમે આ ચિલ્લા પર ઉપરથી છીણીને પણ પનીર એડ કરી શકો છો.