બીજી વાર માતા બનવા જઇ રહેલી કરીના કપૂર ખાન ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે.આ વાતની પુષ્ટિ સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં કરી છે.આ પહેલા અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કરીનાની ડિલિવરી માર્ચમાં થશે. વધુમાં સૈફએ કહ્યું છે કે એ આવનારા બાળક માટે ઘણાં ઉત્સાહી છે અને બીજા બાળકનું આવવું એ અમારાં માટે બહુ મોટી જવાબદારી છે.
સૈફ અને કરીના એ 16 ઓક્ટોબર 2012માં લગ્ન કર્યા હતાં. 20 ડિસેમ્બર 2016 માં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો હતો. 12 ઓગસ્ટ 2020નાં રોજ કરીના અને સૈફે જાહેર કર્યું કે તેઓ બીજીવાર માતા-પિતા બનવા જઇ રહ્યાં છે. કરીના પોતાના બીજા બાળકને જન્મ આપે એ પહેલા પોતાના બધા જ કામ પુર્ણ કરવા ઇચ્છે છે. તે આમિર ખાન સ્ટારર “લાલ સિંહ ચઠ્ઠા” માં લીડ રોલ નિભાવશે જે આ વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થશે. જ્યારે સૈફ છેલ્લે વેબ સિરીઝ “તાંડવ”માં જોવા મળ્યો હતો અને હવે તેની અપકમિંગ ફિલ્મ ” બંટી ઓર બબલી 2 ” અને “ભુત પોલીસ”માં જોવા મળશે.