ફૂટબોલ (Football)ના ઇતિહાસમાં સૌથી વધારે ગોલ કોણે કર્યા તેને લઈને હજી વિવાદ છે. કારણ કે ગ્લોબલ ગવર્નિંગ બોડી ફિફાએ તેનો રેકોર્ડ રાખ્યો નથી. પણ કેટલાક મીડિયા આઉટલેટ્સના રિપોર્ટ મુજબ રોનાલ્ડો (Ronaldo)એ ગોલ સ્કોરિંગની યાદીમાં ટોચ પર રહેલા ઓસ્ટ્રો-ઝેક ખેલાડી જોસેફ બાઇકેન(Josef Bican)ને વટાવી દીધો છે. બાઇકેન (Josef Bican)ની સાથે બ્રાઝિલિયન સ્ટ્રાઇકર પેલે અને રોમારિયોએ પણ એક હજારથી ગોલ કર્યા હોવાનું મનાય છે. પરંતુ આ આંકડામાં એમેચ્યોર, બિનસત્તાવાર અને ફ્રેન્ડલી મેચોનો પણ સમાવેશ થાય છે.
રોનાલ્ડ તેની કારકિર્દીમાં ટેલીમાં ચાર ક્લબ તરફથી રમ્યો તે અને પોતાના દેશ પોર્ટુગલ તરફથી રમ્યો તેનો સમાવેશ થાય છે. જ્યારે તેના હરીફ લાયોનલ મેસીએ એક જ ક્લબ બાર્સેલોના તરફથી રમતા ૬૪૪ ગોલ કર્યા છે.
૩૫ વર્ષીય રોનાલ્ડોએ પોર્ટુગલ વતી ૧૦૨ ગોલ કર્યા છે. તેણે સ્પોર્ટિંગ ક્લબ લિસ્બન તરફથી રમતા પાંચ ગોલ કર્યા છે. માંચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા ૧૧૮, રિયલ મેડ્રિડ વતી રમતા ૪૫૦ ગોલ કર્યા છે. તેણે યુવેન્ટસ તરફથી રમતા ૮૫ ગોલ કર્યા છે.