મોટાભાગની છોકરીઓને આંખ નીચે કાળા કુંડાળા થતા હોય છે. આ કાળા કુંડાળાને કારણે આખો ફેસ બદલાઇ જાય છે અને પર્સનાલિટી ખરાબ પડે છે. આ માટે કાળા કુંડાળાને દૂર કરવા ખૂબ જરૂરી છે. જો કે આને દૂર કરવા માટે અનેક છોકરીઓ જાતજાતની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ બ્યુટી પ્રોડક્ટ્સને કારણે ઘણી વાર આંખોમાં ઇન્ફેક્શન પણ થવા લાગે છે. આમ, જો તમે પણ કાળા કુંડાળાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
ફુદીનાના પાન
આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે ફુદીનાના પાન સૌથી બેસ્ટ છે. ફુદીનાના પાનથી તમે તમારી આ સમસ્યાને ચપટીમાં દૂર કરી શકો છો. આ માટે તમે ફુદીનાના પાનની પેસ્ટ બનાવી લો અને પછી એને આંખની નીચે લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે અને તમારો ફેસ ગ્લો કરવા લાગશે. જો તમે આ પેસ્ટ અઠવાડિયું લગાવશો તો તમારામાં ફરક જોવા મળશે.
દૂધ
સ્કિનની કોઇ પણ સમસ્યાને દૂર કરવા માટે દૂધ સૌથી બેસ્ટ છે. દૂધ તમારી સ્કિન પર ગ્લો લાવવાનું પણ કામ કરે છે. દૂધમાં વિટામીન એ અને બી-6 હોય છે જે તમારી સ્કિનના ડેડ સેલ્સને કંટ્રોલમાં કરે છે અને તમારી સ્કિનને મસ્ત કરવાનું કામ કરે છે. આ માટે તમે કોટન પેડ્સ લો અને એને દૂધમાં પલાળો. ત્યારબાદ તમારી આંખો નીચેના કાળા કુંડાળા પર 15 મિનિટ માટે મુકી રાખો અને પછી મોં ધોઇ લો. આમ કરવાથી તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
એલોવેરા
એલોવેરા એક પ્રભાવશાળી મોઇસ્યુરાઇઝર છે જેને લગાવવાથી તમારી સ્કિન એકદમ મસ્ત થાય છે. આ માટે તમે એલોવેરામાંથી જેલ કાઢો અને પછી આ જેલથી આંખોની આસપાસ 10 મિનિટ સુધી મસાજ કરો. આમ જો તમે આ મસાજ 15 દિવસ સુધી કરશો તો બધા કાળા કુંડાળા દૂર થઇ જશે.