વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા
વિશ્વ રંગભૂમિ દિવસ ની હાર્દિક શુભેચ્છા ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ રંગઉપવન અથવા નાટ્યગૃહ (થિયેટર) તરીકે પણ ગુજરાતી ભાષામાં તેમ જ બોલીમાં કરવામાં આવે છે. ગુજરાતી નાટ્યગૃહો મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં શહેરો જેવાં કે મુંબઈ, અમદાવાદ અને વડોદરા અને બીજે જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર અમેરિકા ખાતે જોવા મળે છે. ૨૯ ઓક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબઈ ખાતે પારસી નાટક મંડળીના ઉપક્રમે રુસ્તમ સોહરાબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નાટ્ય ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું સીમાચિહ્ન છે. ઇતિહાસ વર્ષ ૧૮૫૦માં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીના લેખક દલપતરામની ગુજરાત પ્રદેશમાં 'ભવાઇ' એક લાંબા સમયથી ચાલતી આવતી લોક-નાટ્ય પરંપરા છે, જેના મૂળ ૧૪મી સદીમાં જોવા...