આ દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી ત્યારે જમવામાં શું બનાવવું એ એક પ્રશ્ન થતો હોય છે. ગરમીમાં એવો ખોરાક ખાવો જોઇએ જે પચવામાં હળવો હોય. આ ગરમીમાં પેટ ભરીને ખાવું પણ ના જોઇએ. તો આજે અમે તમારી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક એવી વાનગી લઇને આવ્યા છીએ જે પચવામાં સરળ હોય અને ખાવાની પણ મજા આવે. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો દાળ પુલાવ…
સામગ્રી
- 100 ગ્રામ અડદની દાળ
- 2 કપ પાણી
- સ્વાદાનુંસાર મીઠું
- 3 ચમચી ઘી
- હિંગ
- જીરું
- લાલ મરચું
- લીંબુ
- હળદર
- ચોખા
બનાવવાની રીત
- દાળ પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ દાળ અને ચોખાને સારી રીતે ધોઇને પાણીમાં પલાળી દો.
- પછી એક કુકર લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં હિંગ, જીરું, મીઠું, હળદર અને મરચું નાંખીને એકદમ મિક્સ કરી લો.
- આ મિશ્રણમાં 10 મિનિટ રહીને લીંબુ નીચોવી લો.
- લીંબુનો રસ નાંખ્યા પછી આમાં દાળ અને ચોખા મિક્સ કરો.
- ત્યારબાદ આમાં 3 કપ પાણી મિક્સ કરો અને પછી કુકર બંધ કરી દો.
- ખાસ ધ્યાન એ રાખો કે તમારી દાળ અને ચોખા જે રીતે પલળ્યા છે એ રીતે સીટી વગાડજો. નહિં તો પુલાવ દાઝી જશે અને ખાવાનું મુડ બગડી જશે.
- હવે કુકર ખોલો.
- તો તૈયાર છે દાળ પુલાવ.
- આ દાળ પુલાવ તમે એક પ્લેટમાં કાઢી લો અને ગરમા-ગરમ સર્વ કરો. આ પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. આ પુલાવમાં દાળ આવવાથી એ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ પુલાવ તમે બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.