ન પામી શકાય એવું હોવા છતાં પામવા માટે છેલ્લી હદ સુધી મરણિયો પ્રયાસ કરતાં રહેવું એનું નામ પ્રેમ. પ્રેમ એટલે વાસના થી અલગ અને લાગણીની લગોલગ સ્થાન પામેલું એક બીજ.
પ્રેમ એટલે ત્યાગ અને પ્રાપ્તિ, વિરહ અને સુખ જેવા વિરોધાભાસી સંજોગો નો અદભુત સમન્વય. પ્રેમ એટલે બધું જ અણગમતું માત્ર એક કારણ થી ગમતું કરી લેવું “કેમકે એને ગમે છે એટલે!”. સંબંધની અતૂટ સાંકળ ને જકડી રાખતી કડી એટલે પ્રેમ. નિરસતાના સ્થાન પર પણ સુખ રસનું રસપાન થઈ શકે એવી પરિસ્થિતિ. પ્રેમ એટલે જગત નું સર્વસ્વ પામી લેવાનો જીતી લેવાનો એક અદભુત અહેસાસ. જિંદગીમાં ઇશ્વર પ્રત્યે બીજા માટે જ માત્ર બંદગી રહેવી એટલે પ્રેમ. પળેપળ અને ક્ષણેક્ષણ કોઈના વગર મનોમન કળતું રહેવું એટલે પ્રેમ.
દુ:ખની શૈયા પર પણ સુખની લાગણી માત્ર બીજા માટે બંધાય જવી એટલે પ્રેમ. બીજાની જાત માટે વર્તનમાં અણધાયુઁ પરિવર્તન એટલે પ્રેમ. કોઈની બધી જ ક્રિયાઓનું હર હંમેશ મનને રટણ એટલે પ્રેમ. શાબ્દિક લાગણીની રજૂઆત કરતાં મનથી જ માત્ર માણી શકાય એવો એકમાત્ર અહેસાસ. સ્વાર્થથી હંમેશાં અળગી રહીને પ્રસરતી લાગણી ની લહેર એટલે પ્રેમ…….