પરંતુ ધીમે ધીમે પાણી માથેથી ઉપર જવા લાગ્યું. યુગ ક્રિષ્ના ના જીવન માં આવ્યો અને ૫ વર્ષ પૂરા કર્યા. નાનો હતો ત્યાં સુધી બધું જતું કરી શકાતું હતું. પણ હવે એના મગજ પર અસર પડવા લાગી. માં ને રોતી જોઈ મનમાં પ્રશ્નો થતાં અને એ બધા પ્રશ્નો માં સામે ઠલવાતા. ક્રિષ્ના ની ચિંતા વધવા લાગી એક દિવસ હદ થઈ ગઈ નશા માં ધૂત સુનીલ એ યુગ પર હાથ ઉઠાવ્યો. બસ હદ થઈ ગઈ હવે મારા સુધી સીમિત હતું ત્યાં સુધી સહન કર્યું યુગ ને કંઇ થશે એ મારાથી સહન નહિ થાય. આવા વાક્ય સાથે પહેરેલ કપડે ઘર મૂકીને ચાલતી થઈ.મમ્મી પપ્પા પાસે આશરો માંગ્યો તો જવાબ માં શિખામણો મળી અને ભાઈ બહેન સાથે રહે તો એમનું ઘર બગડે. બધી જ વાત રાઘવ ને કહેવાથી રાઘવ એ સારું ઘર અને સારી નોકરી અપાવી. રાઘવ ક્રિષ્ના નો સ્કૂલ ટાઈમ નો ફ્રેન્ડ હતો અને ક્રિષ્ના ને ખૂબ જ પસંદ પણ કરતો હતો. આ બધું જ જાણતી ક્રિષ્ના યુગ પર કોઈ પ્રશ્નો ના ઉઠે કે જિંદગી ઇતિહાસ નું પુનરાવર્તન ન કરે એટલા માટે ડરતી હતી.
માથે હાથ ફેરવતા યુગ બોલ્યો, ‘ મમ્મી તું કઈ જ વિચાર નહી. તું વિચારે છે એવું કશું જ નથી. ‘
આંખો માં આંસુ હોવા છતાં હસીને બોલી, ‘ અચ્છા અને તને શું ખબર કે હું શું વિચારી છું? ‘
‘ તને જો કોઈ સૌથી વધુ જાણતું હોય ને તો એ હું જ છું. નાનીમા પણ પછી મારી ગાંડી મમ્મી.’ આવું ક્રિષ્ના ના માથા પર માથું અથડાવતા યુગ બોલ્યો.
‘ યુગ તને ખબર છે રાઘવ ની તો. હું તારાથી કશું જ છુપાવતી નથી. સ્કૂલ ટાઈમ થી એ મને પસંદ કરે છે આજે પણ કદાચ એ જ વાત કરવા મને લાઇબ્રેરી માં આવવા કહ્યું હતું. મે એટલે જ ત્યાં જવાનું ટાળ્યું.’ ક્રિષ્ના એ મનમાં રહેલી મુંઝવણ એના બેસ્ટ ફ્રેન્ડ એવા દિકરા ને કરી.
‘ હા તો તારે જવું જ જોઈએ ને? અને એમાં ખોટું શું છે? પસંદ કરે છે એવું ના કહીશ પ્રેમ કરે છે તને. એટલા માટે તો તારા ગયા પછી પણ એમણે હજી સુધી કોઈને જિંદગી માં દાખલ થવાની મંજૂરી નથી આપી.’ યુગ એ ક્રિષ્ના ને સમજાવતા કહ્યું.
‘ પણ આ ઉમર હવે મારા પ્રેમ પ્રકરણ સર્જવાની નહિ પણ તારી જાન જોડવાની છે. શું તું કંઇ પણ બોલે છે..?? ‘ ક્રિષ્ના મોઢું બગાડતા બોલી.
‘ અચ્છા તો એવું નક્કી કરશે કોણ? તું પોતે જ? કે મારા અભિપ્રાય ની કાંઈ કિંમત છે? ‘ યુગ મમ્મી ને ચીડવતા બોલ્યો.
‘ મમ્મી એવું જરૂરી નથી કે સામેનું પાત્ર ખરાબ જ નીવડે. હું માનું છું કે દૂધ નો દાઝેલો છાસ પણ ફૂકીને પીવે. પણ રાઘવ સર તો સ્પેશિયલ લસ્સી છે. મમ્મી સામે આંખ મારતા યુગ બોલ્યો.
ક્રિષ્ના એ યુગ ને ટપલી મારતા કહ્યું, ‘ તને બઉ ખબર પડવા માંડી છે આજકાલ તારી લસ્સી કંઇ છે? જણાવજે મને. ‘
બીજા દિવસે કોલેજ જતા ની સાથે જ ક્રિષ્ના લાયબ્રેરી માં બુક બદલવા ગઈ. જોયું તો રાઘવ ત્યાં જ ટેબલ પર માથું ઢાળી ને સૂતો હતો. રાઘવ ના હાથ નીચે કલમ અને કાગળ હતા કાગળ થોડું ભીનું થઈ ગયું હતું રાઘવ ના આંસુઓથી કદાચ. ક્રિષ્ના એ નજીક જઈ વાચ્યું તો લખ્યું હતું.
‘ બેવફા નથી સનમ એ વાત હું જાણું છું.
મિલન તો સૌ કોઈ માણે એનો વિરહ પણ હું માણું છું. ‘
ક્રિષ્ના ને ગમ્યું પણ જતાવી નહોતી શકતી. રાઘવ ને ઉઠાડ્યો ને બોલી, ‘ ગઈ કાલથી ઘરે જ નથી ગયો કે શું? લાયબ્રેરી બઉ ગમી ગઈ લાગે તને.
‘ હા તારી રાહ જોતો હતો તને કીધું હતું ને લાઇબ્રેરી માં આવજે. કદાચ તું આવ અને હું ના મળું તો? તારી રાહ માં અહી જ સવાર પડી. તું આવી કેમ નઈ? ‘
‘ રાઘવ આપણે પછી વાત કરીશું. આ કોલેજ છે. ‘ ક્રિષ્ના એ રાઘવ ને અટકાવતા કહ્યું.
‘ મને તો ખબર છે પણ કદાચ તું નથી જાણતી સ્માર્ટ ફોન ના જમાના આ લાયબ્રેરી તરફ કોઈનું ધ્યાન જ નથી રહ્યું એટલે જ તો તને અહીં મળવા બોલાવી.’ રાઘવ એ ક્રિષ્ના ને ખુરશી પર બેસવાનો ઈશારો કરતા કહ્યું.
‘ પ્લીઝ હવે એક પણ શબ્દ નહિ. આજે હું બોલીશ અને તું સાંભળીશ. ક્રિષ્ના તું બધું જાણે જ છે હું તને કેટલો પ્રેમ કરું છું. ભલે ક્યારેય કહી નથી શક્યો પણ હવે કહેવા માંગુ છું. ઘણો સમય વિતાવ્યો આવી જ રીતે પણ હવે તારી એકલતા અને મારા થી દુર તું એ બંને મારાથી જોવાતું નથી. ‘
” Will you marry me ? ”
રાઘવ એ પૂછી જ લીધું. ‘ રાઘવ તું પાગલ થઈ ગયો છે કે શું? આ ઉમર મારા નહિ યુગ ના લગ્ન ની છે. અને યુગ પર કેટલી જાતના પ્રશ્નો થશે તું જાણે જ છે હું આવું પગલું ના ભરી શકું. એવું નથી કે હું તને પસંદ નથી કરતી પણ આ યોગ્ય નથી. ‘ આટલું બોલી ઉઠવા જ જતી હતી કે પાછળ થી બે હાથે એના ખભા પકડી ફરી બેસાડી. યુગ આવ્યો ને બોલ્યો, ‘ મમ્મી પ્રેમ ની કોઈ ઉમર ન હોય અને મારા નસીબ નું મને પણ મળી જશે તું તારી ચિંતા કર દિવસે દિવસે ઘરડી થતી જાય છે. ‘ હસવા લાગ્યો યુગ.
મમ્મી ના પગ પાસે બેસી લાડકો બોલ્યો, ‘ મમ્મી આટલા વરસ તને પામ્યા વિના પણ તને જ ચાહી જો તું હા કહીશ તો હવે એમને પણ એમનો પ્રેમ મળશે. અને મારી લસ્સી ને હું લઈ આવીશ તું ચિંતા ના કર. ‘
ક્રિષ્ના કશું બોલી શકે એમ જ નહોતી. બસ એનો નાનો એવો લાડકો કેટલો મોટો થઈ ગયો એજ જોઈ રહી.
પરિસ્થિતિ માં થોડું હળવું હાસ્ય ઉમેરવા ફરી યુગ બોલ્યો, ‘ પણ રાઘવ અંકલ આવું ઠંડુ પ્રપોઝલ નહિ ચાલે હો. મારા ડેડી બનવું હોય તો મારી મમ્મી ના ચેહરા ઉપર મોટી સ્માઈલ લઈ આવવી પડે તો જ અહીંથી પરવાનગી મળશે. ‘
બંને ના કોર્ટ મેરેજ કરાવ્યા ને સાક્ષી તરીકે હાજરી આપી યુગ અને એની સ્પેશિયલ લસ્સી એટલે કે સપનાએ.
મિત્રો આ વાર્તા નો તાત્પર્ય માત્ર એટલો જ હતો કે પ્રેમ શું છે? કોઈ વ્યક્તિ ને પામીને એના સારા ખરાબ અનુભવો કરી તો સૌ કોઈ પ્રેમ કરે.
પ્રેમ એટલે તો કોઈને પામ્યા વિના પણ એને જ ચાહતા રેહવાની વૃત્તિ.
માતાપિતા ના કહ્યા મુજબ પરણી ગયેલી ક્રિષ્ના ને યુગ સાથે એના હાલ પર ના મુકી દેતા હમેશા એની રાહ જોઈ અને ડગલે ને પગલે એની સાથે મિત્ર બનીને ઊભો રહ્યો. રાઘવ નો પ્રેમ ખરેખર અમૂલ્ય હતો. તો મિત્રો જીવનમાં શરતો મૂકવા કરતા નિસ્વાર્થ ભાવે ચાહતા રહો એ જ સાચો પ્રેમ.