હે ભગવાન મારા યુગની રક્ષા કરજો. સતબુદ્ધિ દેજો ને સહન કરવાની શક્તિ આપજો.
આવી મનોમન પ્રાર્થના ચાલુ છે અને આખા ઘર ને ધૂપ દઈ ને ક્રિષ્ના એ હવે નાસ્તો બનવાનું શરૂ કર્યું.
‘ યુગ…યુગ ઉઠ હવે જો ૫ મિનિટ માં ઉઠ્યો નથી ને તો હું તારી મમ્મી નઈ થાઉં.’
હા તમે જે વાચ્યું ક્રિષ્ના એવું જ બોલી.
ક્રિષ્ના આપની વાર્તા ની મુખ્ય નાયિકા.
સુંદર લાંબા વાળ. મોટી – મોટી આંખો એ પણ
કાજલ વાળી. રંગે ઘઉંવર્ણી પણ નમણાશ તો કોમળ ગુલાબ જેટલી. ૨૦ વર્ષ ના દીકરા યુગ ની મમ્મી. પણ યુગ તો હજી મમ્મી માટે ૫ વર્ષ નો જ. અને મમ્મી પણ જાણે હજુ ૨૦ વર્ષ ની જ હતી. બંને માં ખૂબ જ પ્રેમ. મા- દિકરો પછી પહેલા બંને મિત્રો.
‘ ના ના મમ્મી હું તો તૈયાર પણ થઈ ગયો છું. તું એવું ના કહીશ કે તું મારી મમ્મી નહી થા પ્લીઝ. તું જ મારી મમ્મી છો મારી બેસ્ટ મમ્મી. ‘ આવું યુગ એ રૂમ માંથી બહાર આવતા કહ્યું.
એમાં એવું છે ને આવી આ બંને મા-દિકરાની બહુ જૂની રમત હતી. એ બંનેની દુનિયા જ એકબીજામાં સમાયેલી હતી. જ્યારે યુગ પાસે કોઈ વાત મનાવવી હોય તો ક્રિષ્ના કહેશે હું તારી મમ્મી નહી થાઉં અને બસ એમ કરીને રિસાય જશે. અને મમ્મી રિસાય એટલે યુગ ની દુનિયા સુની થઈ જાય. યુગ કહેશે મમ્મી તું કે એમ જ કરીશ બસ તું મારી સાથે વાત કર.
યુગ કોલેજ ના બીજા વરસ માં હતો ખૂબ હોશિયાર અને તેજસ્વી . યુગને કોમર્સ માં રસ હતો એક મોટો એકાઉન્ટન્ટ બનીને મમ્મી ની બધી જ ઈચ્છાઓ પૂરી કરવી છે.
અને મજાની વાત તો એવી છે કે યુગની કોલેજ માં વાણિજ્યની લેકચરાર એ આપણી ક્રિષ્ના.
પણ કોલેજમાં કોઈને પણ જાણ નહોતી કે આ મમ્મી દિકરાની જોડી છે. કોલેજ માં પ્રોફેસર અને સ્ટુડન્ટ તરીકે વર્તવાનું એવું મમ્મી નું કેહવાનું.
એની જ કોલેજ માં એક બીજા એકાઉન્ટના પ્રોફેસર જેમનું નામ હતું રાઘવ. ક્રિષ્નાનો પરમ મિત્ર અને એકાઉન્ટ નો એક્સપર્ટ. યુગ અને ક્રિષ્ના સિવાય જો કોઈ આ વાત જાણતું હોય તો એ માત્ર રાઘવ હતો.
‘ મેડમ આજે ક્લાસ પતાવીને મારે થોડું કામ છે લાઈબ્રેરીમાં આવજો ને પ્લીઝ. ‘ રાઘવ એ ક્રિષ્ના ને કહ્યું.
‘ ઓકે સર.’ સાવ ટુંકો જવાબ આપ્યો ક્રિષ્ના એ. કદાચ મનમાં જાણતી હતી કે કારણ શું છે. એટલા માટે બહુ કંઇ બોલવા નહોતી માંગતી.
બધા લેક્ચર પૂરા થયા. અને ક્રિષ્ના ઘર તરફ ચાલી યુગ એ યાદ પણ કરાવ્યું , ‘ મેડમ રાઘવ સર…’ હજી આગળ બોલે ત્યાં યુગ ની વાત અટકાવતા ક્રિષ્ના બોલી, ‘ હા મને યાદ છે. ‘
આવું કહ્યા છતાં પણ ક્રિષ્ના ઘરે પહોંચી.
હાથમાં કોફી નો કપ લઈ મંદિર સામુ જોઈ રહી આંખમાં આંસુ આવ્યા જાણે મનમાં ને મનમાં ભગવાન સાથે કોઈ વાતો ચાલતી હોય.
યુગ આવ્યો મમ્મી પાસે બેઠો કોફી નો કપ હાથમાંથી લઈ ટેબલ પર મૂક્યો. ‘મમ્મી થોડી વાર મારી સાથે વાત કર. ‘ ક્રિષ્નાનું માથું પોતાના ખોળામાં મૂક્યું. ક્રિષ્ના કંઇ બોલી શકતી નહોતી. પણ યુગ બધું જ સમજી શકતો હતો. યુગ જાણતો હતો કે ક્રિષ્ના ૧૫ વર્ષ પહેલાની જૂની કડવી યાદો ને મનમાં વાગોળી રહી છે.
યુગના પિતા સુનીલ. એ બધી જ વાતે પૂરા હતા. નશો કરવો હોય કે જુગાર રમવો. કે પછી પર સ્ત્રી સાથેના સંબંધો અને એરેંજ મેરેજ થવા ને કારણે ક્રિષ્ના જેવી સુંદર તથા સંસ્કારી છોકરીને પામી શક્યો હતો.
ક્રિષ્ના ચૂપચાપ બધું સહન કરતી ક્યારેક તો સુનીલનો માર પણ.
(ક્રમશ:)