વ્રતિઓનાં સ્થાને વારાંગનાઓ છે
કાચનાં સ્થાને હવે સપનાઓ છે
ચામડીની ભૂખે ગળચી છે વફા
પ્રેમનાં સ્થાને હવે વાસનાઓ છે
મૈત્રીનાં પણ થવાં મંડ્યા છે કરારો
લગ્નનાં સ્થાને હવે યાતનાઓ છે
એટલે જ વધી રહ્યાં છે વૃદ્ધાશ્રમો
માઁ નાં સ્થાને બોટલ પૂતનાઓ છે
કોંન્વેટિયા યુગમાં આત્મા છે નેપથ્યે
સ્ટેજ પર મેકઅપિયાં ઘટનાઓ છે
-મિત્તલ ખેતાણી