ગર્ભવતી મહિલાઓને પોતાની કેર કરવી ખૂબ જરૂરી છે. જો આ સમયે સરખી કેર કરવામાં આવતી નથી તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય છે. ગર્ભવતી મહિલાઓને સૌથી મોટી ચિંતા પોતાના કપડાને લઇને હોય છે. ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન કયા કપડા પહેરું અને કયા કપડા ના પહેરવા આ એક સમસ્યા થઇ જાય છે. સ્ટાઇલની સાથે-સાથે બોડી પણ કમ્ફર્ટ એ ખૂબ જરૂરી હોય છે. જો તમે પ્રેગનન્સીના સમયમાં કપડાને લઇને ચિંતામાં છો તો આ ઓપ્શન તમારા માટે સૌથી બેસ્ટ છે. આ આઇડિયા તમે સોનમ કપૂર પાસેથી લઇ શકો છો.
- સ્ટાઇલ આઇકન સોનમ કપૂરે એની લેટેસ્ટ તસવીરો શેર કરી છે એમાંથી તમે તમારી ડ્રેસિંગ સ્ટાઇલ ચેન્જ કરી શકો છો. પ્રેગનન્સીમાં સ્ટાઇલિશ અને સ્માર્ટ દેખાવું હોય તો તમે લોન્ગ ગાઉન પણ ટ્રાય કરી શકો છો. સોનમ કપૂર જલદી જ માતા બનવાની તૈયારીમાં છે. સોનમ ઘણી વાર પબ્લિક પ્લેસ પર સ્પોટ થાય છે.
- સોનમે પહેરેલો યલો કલરનો ડ્રેસ તમે પ્રેગનન્સીમાં પહેરો છો તો તમારો લુક મસ્ત લાગે છે. આ સાથે જ આ ટાઇપના કપડા તમને કમ્ફર્ટ આપે છે. તમે પણ તમારી પ્રેગનન્સીમાં આ ટાઇપના કપડા પહેરી શકો છો.
- સોનમનો આ યલો આઉટફિટ સિમ્પલની સાથે-સાથે ઘણો એટ્રેક્ટિવ પણ હતો. તસવીરમાં તમે જોઇ શકો છો આ ડ્રેસ પહેરવામાં ઘણો કમ્ફર્ટેબલ છે. પ્રેગનન્સીના સમયમાં ફાસ્ટ કલર તમને મસ્ત લુક આપે છે. તમે આ ટાઇપના કપડા પહેરીને બહાર જાવો છો તો તમારો વટ પડી જાય છે.
- એક અહેવાલ અનુસાર અનિલ કપૂરની લાડલી સોનમનું બેબી શાવર ફંક્શનની તૈયારી હાલમાં મુંબઇમાં જોરશોરથી ચાલી રહી છે.
- આમ, જો તમે પ્રેગનન્ટ છો અને તમારા લુકને બદલવા ઇચ્છો છો તો આ પ્રકારના આઉટફિટ તમને મસ્ત લુક આપે છે. આ આઉટફિટમાં તમે ફોટોશૂટ કરાવો છો તો તમારી ફોટોગ્રાફી બહુ જ મસ્ત આવે છે.