પ્રાર્થના એટલે ઈશ્વરનું સ્મરણ. પ્રાર્થના ઘણા અર્થ થાય છે. પ્રાર્થના એટલે અરજી, વિનંતી, નમ્ર માંગણી, સ્તુતિ, ઉપાસના ,વગેરે પ્રત્યેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે. ઈસ્લામ ધર્મમાં નમાજ બંદગી વગેરે શબ્દો પ્રાર્થના ના સંદર્ભમાં જ વપરાય છે .પ્રાર્થના કરવાથી વ્યક્તિને જુસ્સો આવે છે .પરંતુ માનવી માનવી વચ્ચે પ્રાર્થના વિશેની સમજ માં ઘણી ભિન્નતા જોવા મળે છે.
માનવ સહિત સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર જ છે. ઈશ્વરે મનુષ્યને આત્મા બક્ષીને કમાલ કરી છે. કારણ કે આત્મા એ જ પરમાત્મા નો અંશ છે .પ્રાર્થના એટલે આત્માનો સાક્ષાત્કાર કે ઈશ્વરની અનુભૂતિ કરવાની પ્રક્રિયા .પ્રાર્થના એ પોતાના હૃદયને મંદિર માં પલટવાનું અદભુત સાધન છે. જેમને પોતાનું હૃદય મંદિર ન લાગે તેનું હૃદય કોઈપણ મંદિરમાં ચોંટતું નથી.
પ્રાર્થનાએટલે જીવમાંથી શિવની શક્તિ અથવા ગતિ. પ્રાર્થના માટે સ્તુતિ અને ઉપાસનાની જેમા આરાધના શબ્દ પણ વપરાય છે. આરાધના એટલે ભક્તિ ,પૂજા, સેવા પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ ઈષ્ટ દેવની કૃપા હોય છે. તેથી તો ઈશ્વર સ્વરૂપે તેનું સતત સ્મરણ થાય છે.
જેમ શરીરને માટે ખોરાકની જરૂર છે .તેમ આત્મા માટે પ્રાર્થના ની જરૂર છે .માણસ ખોરાક વગર જીવી શકે પણ પ્રાર્થના વગર ન જીવી શકે કારણ કે પ્રાર્થના વડે તેનો આત્મવિશ્વાસ મજબૂત બને છે. અને તેને સારી દિશા પણ મળે છે.