“આ શિક્ષકો , મફતનો પગાર ખાય છે. નેહાળમાં હરખુ ભણાવતા નથી, બાળકો ભોટ છે.તમે જોજો એક ‘દી ,આ નેહાળ બંધ થઈ જાહે. ”
એવું બૂમો પાડી એક સમયે બોલતા કચરાલાલ સામે આખું ગામ આજે તાકી તાકીને જોતું હતું.
“આ શાળાના શિક્ષકો, કર્મઠ ,ઉત્સાહી અને ભારે મહેનતુ છે” કચરાલાલ માઈક પરથી ભાષણ આપી રહ્યા હતા
પ્રાથમિક શાળામાં આજે કચરાલાલના હાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો.
~દિનેશ નાયક “અક્ષર”