માઇક્રોપ્રોસેસર એ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ના મગજ તરીકે ઓળખાય છે. વર્તમાન સમય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નો યુગ છે અને તે માઇક્રોપ્રોસેસર ના પાયા પર ઉભું છે તેમ કહેવામાં આવે તો કંઈ જ ખોટું નથી. ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે ભારતની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી મદ્રાસના સંશોધકોએ દેશનું પ્રથમ માઇક્રોપ્રોસેસર તૈયાર કર્યું અને તેને “મૌશિક” નામ આપ્યું. જેનું કદ 5.3mm × 5.15mm નું છે તેના કદને લીધે જ તેને મૌશિક નામ અપાયું છે.
મૌશિક પ્રોસેસર સિલિકોનના તકનીકી પાસાઓ:
– તે 180 નેનોમીટર તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે.
– કદ 5.315 X 5.155 sq m.m
– 103 functional IOs
– Package – 256 pin CQFP Package
– Core Voltage – 1.8v
– IO Voltage – 3.3v
– Gate Count – 647k
– Instance Count – 210k
– DFT – SCAN, JTAG
મૌશિકની field એપ્લિકેશન્સમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
1) ક્રેડિટ કાર્ડ્સ, આઈડી કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, મેટ્રોઝ માટેના ટ્રાવેલ કાર્ડ્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના સ્માર્ટ કાર્ડ્સ માં
2). ઇલેક્ટ્રોનિક મતદાન મશીન (ઇવીએમ)
3) ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ્સ માં (હાજરી નોંધવા, સર્વેલન્સ કેમેરા માં અને સલામત લોકમાં)
4) કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ
5) વ્યક્તિગત આરોગ્ય વ્યવસ્થાપન સિસ્ટમ્સ માં
IIT મદ્રાસના અહેવાલ મુજબએક ઓપન સોર્સ ટેકનોલોજી છે કે જે ભારતમાં જ વિકસેલી છે અને પ્રોસેસર ભારતમાં જ બનેલું છે. ઓપન સોર્સ હોવાનો એક ફાયદો એ છે કે સંશોધકો તેમાં જરૂર પ્રમાણે ફેરફાર પણ કરી શકશે.