પ્રથમ જ્યારે મળ્યા તમે તે ક્ષણ મળી પ્રથમ નજર,
દિલના તાર થયા ત્યાં રણઝણ મળી પ્રથમ નજર
.
પછીતો રાત આખી વીતી ગઈ છે રંગબેરંગી સ્વપ્નમાં,
ગણગણ્યા પ્રેમ ગીત તે અર્પણ મળી પ્રથમ નજર.
અનોખુ સ્પંદન જાગી ઉઠ્યું અને વિસ્તરી ગયું સામ્રાજ્ય,
જાણે દિલ બન્યું યાદોનું દર્પણ મળી પ્રથમ નજર.
તારા આભાસી મિલનથી તો એકાકાર થઈ જવાયું છે,
થાય જાણે એકાંતનું સમર્પણ મળી પ્રથમ નજર.
અક્ષર હવે પલભર એકલો નથી પડતો ભીડમાં,
એને સહારો આપતી ક્ષણ ક્ષણ મળી પ્રથમ નજર.
-દિનેશ નાયક “અક્ષર”