આજ સૌ કોઈ પ્રણયને પામવા દિલથી મથે છે,
ક્યાંક તો સાહેબ જૂની યાદ આ દિલને નડે છે !
જોઈને મુખડું અહીં, સંબંધની શરુઆત થાશે,
લાગણી રાખો હૃદયમાં તો અહીંથી શું મળે છે?
કોઈ બીજાના મુખે ચુગલી તમારી સાંભળી મેં,
માણસો તો એકબીજાની જ પંચાતો કરે છે !
જિંદગીના માર્ગ ઉપર એકલો ચાલું છું હું તો,
જો તમે સામા મળો રસ્તે, હૃદય મારું ઠરે છે !
જોઈ લીધા દૂરથી તમને પછી શરમાય આંખો,
પ્રેમિલી નજરે નયન તારા ને મારા તો લડે છે !
ચાલતા હો‘ સ્વાર્થ કાજે સૌના સંબંધો ભલે પણ,
આપણો સંબંધ આજે લાગણીઓની કને છે.
લાલસા મનમાં ભરી સંબંધ આજે સૌ નિભાવે,
આ બધું સાહેબ મારી લાયકાતોથી પરે છે.
આ જગતમાં સ્વાર્થનો વ્યાપેલ છે અંધાર સર્વે,
દીપના ઉજાશથી અંધાર દુનિયામાં મરે છે !
દીપ ગુર્જર