સામગ્રી- પૌવા, બાફેલા બટેટા, આદુમરચાની પેસ્ટ, ચણાનો લોટ, મીઠું, હળદર, મરચું પાવડર, ગરમ મસાલો, ધાણાજીરું, સમારેલી ડુંગળી, કોથમીર.
બનાવવાની રીત –
1) પૌવાને 15 મિનિટ પાણીમાં પલાળો.
2) પછી તેને નિતારી તેમાં બાફેલા બટેટા, મીઠું, હળદર, મરચુ પાવડર, ગરમ મસાલો, ધાણાજીરું, સમારેલી ડુંગળી, કોથમીર પણ તેમાં મિક્સ કરો.
3) માવો તૈયાર થાય પછી તેના ગોળા વાળીને તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
4) તૈયાર થયેલા પૌવા પકોડાને આદુમરચાની પેસ્ટ સાથે પીરસો.
5) તૈયાર છે સ્વાદિષ્ટ પૌવા પકોડા જે ગમે ત્યારે તમે પરિવાર સાથે બેસીને આનંદ માણી શકો.