કોરોના સંકટ (Corona Pandemic)ની વચ્ચે ગ્લોબલ ઇકોનોમી (Global Economy) ડામાડોળ ચાલી રહી છે. આવામાં રોકાણકારો (Investors) ઓછા જોખમવાળા વિકલ્પોમાં પણ મૂડી લગાવવાથી પાછી પાની કરી રહ્યા નથી. વર્તમાન માહોલમાં મોટાભાગના લોકો આવા માધ્યમોમાં રોકાણ કરવા ઇચ્છે છે, જેમાં જોખમ ઓછું હોય અને ફાયદો વધારે. જો તમે પણ આ જ ઇચ્છો છો તો પોસ્ટ ઑફિસની સ્કીમ તમારા માટે સારો વિકલ્પ થઈ શકે છે. નાના રોકાણકારો માટે પોસ્ટ ઑફિસ (Post Office)ની સ્કીમમાં રોકાણ કરવું સારું માનવામાં આવે છે. પોસ્ટ ઑફિસની કેટલીક સ્કીમ (Scheme) એવી છે જેમાં કોઈ પણ જોખમ વગર રકમ બમણી થઈ જાય છે.
પોસ્ટ ઑફિસની કિસાન વિકાસ પત્ર (kisan vikas patra) યોજના આવી જ સ્કીમ છે. આ ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. એટલે કે તમે આમાં દર મહિને, ત્રિમાસિક, 6 માસિક રોકાણ ના કરી શકો. આમાં તમારે એક વારમાં જ રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમ દેશની તમામ પોસ્ટ ઑફિસ અને બેંકોમાં છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોને મેચ્યોરિટી પીરિયડ બાદ રોકાણ કરવામાં આવેલી રકમ બમણી પાછી મળશે. આમાં ઓછામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તો રોકાણ કરવામાં આવનારી રકમની કોઈ મહત્તમ સીમા નથી.
આ સ્કીમ ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલી છે. આમાં રોકાણ કરીને લાંબા સમયના આધાર પર તમે તમારા પૈસા બચાવી શકો છો. પોસ્ટ ઑફિસની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 124 મહિના એટલે કે 10 વર્ષ 4 મહિના છે. બીજા શબ્દોમાં સમજીએ તો ખેડૂત વિકાસ પત્રમાં રોકાણ કરવા પર 124 મહિનામાં તમારી લગાવવામાં આવેલી રકમ બમણી થઈ જશે. ઉલ્લેખનીય છે કે આમાં જમા રકમ પર મળનારા વ્યાજથી જ રોકાણ કરવામાં આવેલા પૈસા બમણા થઈ જાય છે.
જો તમે લૉન લેવા માંગો છો તો તમને આ યોજનાની અવેજીમાં લોન પણ મળી શકે છે. સાથે જ આમાં વ્યાજ પણ ઓછું મળે છે. સરળ શબ્દોમાં સમજીએ તો જો તમે આર્થિક રીતે મુશ્કેલીમાં છો અને તમે આ સ્કીમમાં રોકાણ કર્યું છે તો તમને સરળતાથી લૉન મળી જશે. આ સ્કીમમાં ગ્રાહકોને 1 હજાર રૂપિયા, 5 હજાર રૂપિયા, 10 હજારરૂપિયા અને 50 હજાર રૂપિયા સુધીના સર્ટિફિકેટ ઑફર કરવામાં આવે છે. કોઈ પણ વયસ્ક, મહત્તમ 3 વયસ્ક મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શખે છે. 10 વર્ષથી વધારે ઉંમરનો નાબાલિગ પણ આ સર્ટિફિકેટ ખરીદી શકે છે. આ સ્કીમ અંતર્ગત રોકાણકારોને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સાથે તમને એક આઇડેન્ટિટી સ્લિપ આપવામાં આવે છે જે જો તમારું સર્ટિફિકેટ ખોવાઈ જાય અથવા ફાટી જાય ત્યારે કામે આવી શકે છે. અત્યારે કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જો કે આ પહેલા આ દર 7.3 ટકાથી 7.7 ટકા સુધી પણ હતો.