બદલાતી ઋતુ સાથે શરીરમાં પણ અવનવા બદલાવ થવા લાગે છે જેમકે માથુ દુખવુ શરીર દુખવુ વગેરે વગેરે. દિવસભરના થાક બાદ વિકનેસ લાગ્યા કરે છે અને ઘણા લોકો ડોક્ટરને પૂછ્યા વગર જ પેઇનકિલર લઇ લેતા હોય છે.પેઇનકિલર લીધા બાદ થોડા સમયમાં રાહત તો મળી જાય છે પરંતુ લાંબા સમયે તે મોટા રોગને આમંત્રણ આપે છે. ઘણા લોકોને પેઇનકિલર લેવાની આદત પડી જાય છે, તેવા લોકોને પેઇનકિલર લીધા પછી સાઇડઇફેક્ટ થવાની સંભાવના પણ રહે છે.
પેઇનકિલરથી સંબંધીત ભૂલો- થાકને કારણે અથવા દુખાવાને કારણે જ્યારે વ્યક્તિ ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર લઇ લે છે ત્યારે તે ઘણા બિનજરૂરી રોગને આમંત્રણ આપી દેતો હોય છે માટે પેઇનકિલર ન લેવી જોઇએ.
એકથી વધારે પેઇનકિલર ન લેવી- ઘણીવાર લોકો એક પેઇનકિલર લીધા પછી રાહત ન થતા બીજી પેઇનકિલર લઇ લેતા હોય છે જે શરીરને નુકશાન પહોંચાડે છે.એક પેઇનકિલરની અસર થતા ઓછામાં ઓછી 30 મિનીટ લાગે છે માટે ઉતાવળમાં વધુ પેઇનકિલર ન લેવી જોઇએ નહિતર કિડની ફેઇલ થવાના અથવા બીજી કોઇ બીમારી થવાની સંભાવના વધી જાય છે.
નિયમિત સેવન- ઘણા લોકો પેઇનકિલર રેગ્યુલર લેતા જોવા મળે છે. આવા લોકો માટે પેઇનકિલર લેવી આદત બની જાય છે અને નિયમિત રીતે પેઇનકિલર લીધા બાદ માનસિક રીતે પણ બિમાર થઇ શકાય છે.
ખાલી પેટે સેવન ન કરવું- ઘણા લોકોને અસહ્ય દુખાવો થતો હોય છે જેને કારણે તે ખાલી પેટે પણ પેઇનકિલર લઇ લે છે પરિણામે પેટની સમસ્યામાં વધારો થાય છે.
દવા તોડીને ના લેવી-ગોળી ગળવામાં પ્રોબ્લેમ થવાથી ગોળીને ક્રશ કરીને અથવા તોડીને લેવામાં આવતી હોય છે, ખાસ કરીને બાળકોને ગોળીનો ભૂક્કો કરીને આપવામાં આવતી હોય છે આવુ ન કરવું જોઇએ કારણકે આમ કરવાથી ગોળીની અસર જલ્દી શરીરમાં થાય છે અને શરીર ઘણીવાર પચાવી શકતુ નથી માટે બની શકે ત્યાં સુધી આખી ગોળી લેવી અથવા અડધી લેવી પરંતુ ભૂક્કો કરીને ન લેવી.
જો તમે પણ પેઇનકિલરને લઇને સાવધાન નથી તો અત્યારથી જ સાવધાન થઇ જાવ કારણકે પેઇનકિલર વણજોઇતા રોગોને નોતરુ આપે છે.