હા હું એક સ્ત્રી છું અને સ્ત્રીજાતિનું સન્માન પણ કરું છું.પરંતુ આજ હું અહી સ્ત્રી વિશેષ નહીં પરંતુ પુરુષ વિશે કંઈક કહેવા ઈચ્છું છું.
આપણાં આ સમાજમાં સ્ત્રી વિશે ઘણા લેખો લખાય છે. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવાની દેખાદેખીમાં પુરુષને ઓછો ઉતરતો કેમ માની લેવામાં આવે છે..?? સ્ત્રી અને પુરુષની બરાબરી કેમ કરવી..?
સ્ત્રીને ઘણાં રૂપો અને જવાબદારીમાં વર્ણવાય છે. જેમ કે માં, બહેન,દીકરી, પત્ની,વહુ. અને એ પ્રમાણે એની જવાબદારી પણ બદલાતી રહે છે. પરંતુ તો શું એક પુરુષને પણ તો સામે એટલા જ પાત્ર નથી..? એક પુત્ર,પતિ,પિતા,ભાઈ. એને પણ સામે એ જ જવાબદારી છે જ.
સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે નહિ કે એકબીજાના સ્પર્ધક.
પુરુષ ઘર માટે કમાય છે ને સ્ત્રી એમાંથી ઘર ચલાવે છે.
એક ઘર ચલાવવા બન્ને એકબીજાના પૂરક સાબિત થાય છે તો એકમેકની બરાબરી કેમ..?
એક સ્ત્રીના આંસુ તો બધાને દેખાય શકે પણ એક પુરુષને રડવાની અનુમતિ નથી કેમ કે તો એ માયકાંગલો ગણાય છે.. કેમ..?? અને એટલે જ કદાચ એક પુરુષને પથ્થર હૃદયમાં ખપાવી દેવામાં આવે છે.
હવે સમય સાથે પુરુષ સમોવડી સ્ત્રીને આપણે માન આપતાં ધીરે ધીરે શીખ્યા જ છીએ તો હવે સમય સાથે એ પુરુષની અંદર દબાયેલી વેદના અને લાગણીને પણ આપણે સમજવી જ રહી.
આ વાસ્તવિકતા સ્વીકારવી રહી કે સ્ત્રી કે પુરુષ એજબીજાના સ્પર્ધક નહીં પણ પૂરક છે..આ સમજણ સાથે હું નૂતન જિયાણી મારા શબ્દોને અહીં વિરામ આપું છું