પિતા અને પુત્રી નો એક કમાલ નો સંબંધ છે, પિતા ને પુત્રી નુ કંઈ લેવુ જ નથી અને પુત્રી ને પિતા માટે બધુ જ આપી દેવુ છે. સૃષ્ટિ ના સર્જનહારે આ સંબંધ માં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવ માં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવ મા “”દિકરી”” મળે છે.
~ પાછલા જન્મ મા કરેલા પુણ્ય ની રસીદ ભગવાન આ જન્મ મા “”દિકરી”” ના સ્વરૂપે આપણને આપે છે એટલે વટ થી કહેજો કે મારા ધરે “”દિકરી”” છે.
~ આ સંસારમાં “”દિકરી”” બધા ના નસીબ મા ક્યાં હોય છે ઈશ્વર ને જે ધર પસંદ પડે ત્યાં જ “”દિકરી”” હોય છે.
~ અણી ના વખતે કામ મા લાગે એવી ધર ના ખૂણે સંતાડી રાખેલ સોનામહોર એટલે “”દિકરી””.
~ બાપ ની પળ-પળ ચિંતા કરે એનુ નામ “”દિકરી””.
~ આંસુ અને “”દિકરી”” સરખા જ છે બાપ માટે, આંખે આવે છે આંસુ વહી જવા માટે.. તો “”દિકરી”” પણ કયાં આવે છે રહી જવા માટે.
~ એક પિતા એ શુ મસ્ત કહ્યું છે કે સુખમા સાથ જોઈએ બાકી દુઃખ માં તો મારી “”દિકરી”” જ કાફી
~ ઉપર બેઠો બેઠો એ કેટલા ધરો મા ધ્યાન રાખે એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ધરતી પર “”દિકરી”” ને મોકલી.
~ કાલે જરૂર લાવી દઈશ આટલુ બોલો ને તે માની જાય, તેવી ધર મા એક જ વ્યક્તિ અને તે છે “”દિકરી””.
~ માતા-પિતા ના દિલ ના કોડિયા માં સંસ્કારો ના તેલ વડે, વાત્સલ્ય ની દિવાસળી થી ધર અને સમાજ ને ઉજાગર કરનારી દિવેટ એટલે “”દિકરી””.~ પ્રેમ નો પ્રવાહ, વાત્સલ્ય નો રણકાર, સંસ્કારો ની સુરત, કળિયુગ મા સતયુગ, બલિદાન ની પરાકાષ્ઠા એટલે “”દિકરી””.~ કોઈ એ પૂછ્યું એક “”દિકરી”” ના જીવન નો મુશ્કેલ ભાગ કયો ?
“”દિકરી”” એ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે
લગ્ન પછી પોતાના ધર મા જ મહેમાન બની ને આવવુ તે