યોગ વિશે દરેકને માહિતી હોય છે પરંતુ પાવરયોગા હજુ પણ ઘણા લોકો માટે નવું છે.પાવરયોગાને સુર્યનમસ્કારના 12 આસનો અને અન્ય કેટલાક આસનો ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવરયોગા એ યોગનો જ એક પ્રકાર છે. દિવસમાં 45 મિનીટ પાવરયોગા કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે.પાવરયોગામાં દરેક ક્રિયા ઝડપથી અને વગર અટકે કરવામાં આવે છે જેથી શરીરની કેલેરી બર્ન થાય છે.
પાવરયોગાથી થતા લાભ
- પાવરયોગા કરવાથી શરીરની કેલેરી બર્ન થાય છે.
- તણાવ અને ડિપ્રેશન દુર થાય છે.
- બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે
- શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.
- પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
એક કલાક પાવરયોગા કરવાથી શરીરની 200 કેલેરી બર્ન થાય છે.પાવરયોગા વૃદ્ધો માટે સારો ગણાય છે કારણકે તે સ્નાયુ અને હાડકા પર ખરાબ પ્રભાવ નથી પાડતો.અઠવાડિયામાં 2થી3 વાર પાવરયોગા અચૂક કરો જેનાથી શરીરની સ્થૂળતા ઓછી થશે અને શરીર આકર્ષક લાગશે.જો તમને કમરમાં તકલીફ છે તો પાવરયોગા કરવાથી કરોડરજ્જુને તાકાત મળે છે.
પાવરયોગમાં એકની એક ક્રિયાને વારંવાર કવામાં આવે છે, જે પણ ક્રિયા કરવામાં આવે તેને ખૂબ જ ઝડપથી કરવામાં આવે છે. બધુ જ જોર શારીરિક શક્તિ અને લચક ઉપર હોય છે જેનાથી પસીનો થાય છે અને વજન ઝડપી ઘટે છે.
જો તમારે વજન ઘટાડવું છે તો પાવરયોગાથી સારો ઉપાય કોઇ જ ના હોઇ શકે,તમને શરીરમાં કોઇ મેજર પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લઇને જ પાવરયોગા કરવા હિતાવહ રહેશે.