Monsoon સિઝનમાં ઠંડુ-ઠંડુ ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. એવામાં જો રાયતુ કોઇ બનાવીને આપે તો કેટલી મજા આવે….તમે પણ જો ઘરે રાયતુ બનાવવા ઇચ્છો છો તો પાલક રાયતુ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પાલક રાયતુ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ સાથે જ ગરમીમાં પાલક રાયતુ ખાવાની પણ બહુ મજા આવે છે. તો જાણો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો પાલક રાયતુ….
સામગ્રી
- 2 મોટા કપ પાલકના પાન
- ¼ ચમચી કાળા મરીનો પાઉડર
- ખાંડ
- લાલ મરચું
- સ્વાદાનુંસાર મીઠું
- દહીં
બનાવવાની રીત
- પાલક રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ પાલકના પાનને સારી રીતે ધોઇ લો. જેથી કરીને રેત ના આવે.
- પાલકને ધોઇને સાદા પાણીમાં ઉકાળી લો.
- થોડીવારમાં જ પાલકને પાણીમાંથી બહાર કાઢી લો.
- દહીંને બરાબર ફેંટી લો.
- આ પછી એમાં લીલા મરચા, મરી પાઉડર, ખાંડ અને મીઠું સાથે પાલકના પાનને પણ સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ બધી જ વસ્તુઓને સરખી રીતે એકદમ મિક્સ કરી લો.
- તો તૈયાર છે પાલકનું રાયતુ
- આ રાયતા પર તમે લાલ મરચું પણ થોડુ નાંખી શકો છો.
- પાલક અને દહીંમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન હોય છે જે તમારી સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
- દહીં ઉનાળાની ગરમીમાં તમને ઠંડક આપવાનું કામ કરે છે.
- તમે ઇચ્છો તો દહીંનું પ્રમાણ થોડુ વધારે લઇ શકો છો.
- આ રાયતુ તમે ઉનાળામાં ખાઓ છો તો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
- રાયતુ તમને ગળ્યુ વધારે ભાવતુ હોય તો ખાંડ થોડી વધારે પ્રમાણમાં નાંખવી.