ઉનાળો પુરજોશમાં છે. ગરમી પણ તેની પરાકાષ્ઠાએ છે. તે સમયે યાદ રાખવું કે પાણી આપડા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. દિવસનું ઓછામાં ઓછું 1.5 તો 2 લિટર પાણી પીવું અનિવાર્ય છે. પરંતુ પાણી ક્યારે પીવું કેટલું પીવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આપણા બધાના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે જમતા સમયે કે જમતા પેહલા કે જમ્યા પછી પાણી પીવું જોઈએ કે નહિ તો આજે એની જ ચર્ચા કરીશું।
1. સવારે ઉઠીને તરત જ સાદું પાણી કે હૂંફાળું પાણી પીવું ઉત્તમ ગણાય છે. થાક લાગવાનું મુખ્ય કારણ પણ પાણી ની કંઈ જ હોય છે. માટે શરીર ને જયારે થાક લાગે ત્યારે એક ગ્લાસ પાણી પીવાનું રાખવું।
2. જમ્યા પહેલા પાણી પીવાથી પાચનશક્તિ મંદ પડી જાય છે. જેથી જમ્યાના 40 મિનિટ પહેલા પાણી પી લેવું જેથી કરી ને પાચનશક્તિ મંદ ના પડે.
3.જમ્યા પછી પણ તુરંત જ પાણી પીવું સલાહ ભર્યું નથી. પાચક રસો આપણા ખોરાકમાં ભળીને જયારે પાચન કરતા હોય ત્યારે પાણી પીવાથી ખોરાક પચતો નથી જેથી વાત, પિત્ત, કફ નો દોષ ઉત્પન્ન થાય છે. જમ્યા બાદ ઓછામાં ઓછું કલાક નું અંતર રાખીને જ પાણી કે છાસ લેવા જેથી પાચનક્રિયા સક્રિય થઇ શકે.
4. શરદી અને ફ્લૂની અસર હોય ત્યારે પાણી પીવાથી શરીર માં થી ઇન્ફેકશન અને ઝેરી ફેંકાઈ જાય છે. કસરત દરમ્યાન અને કસરત પૂર્ણ થયા પછી પણ પૂરતા પ્રમાણ માં પાણી પીવું જરૂરી છે.
5. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી હાર્ટ અટ્ટાક ના હુમલાનું જોખમ ઘટે છે.
પાણી નિયત સમયે પીવાથી ઔષધનું કામ કરે છે.