વહી ગયા પછી પાછું કંઈ લાવી શકાતું નથી
સમય હોય કે વ્યક્તિ પાછો લાવી શકાતો નથી
વીતેલા સમય ને યાદ કરી જીવંત કરી શકાય છે
પણ એના પ્રેમ ને અહેસાસો માં જ અનુભવી શકાય છે
છે આ સમય ની બધી માયાજાળ એમાંથી બચી પણ ક્યાં શકાય છે
વીતેલા આ સમય ને પાછો ક્યાં લાવી શકાય છે
પ્રેમ ના આ બંધન ને તોડી પણ ક્યાં શકાય છે
યાદો ને એની ભૂલી પણ ક્યાં શકાય છે
અહેસાસો ને એના છોડી પણ ક્યાં શકાય છે
વાત આ દિલ ની કોઈને કહી પણ ક્યાં શકાય છે
વાત આ દિલ ની ભૂલી પણ ક્યાં શકાય છે
વીતેલા એ સમય ને ભૂલી પણ ક્યાં શકાય છે
પ્રેમ ને એના હવે છોડી પણ ક્યાં શકાય છે
મજબૂરી આ દુનિયા ની એને નડે છે
બાકી પ્રેમ તો આજે પણ એને જ કરે છે
કોને કહેવી વાતો હવે આ દિલ ની
એ વાતો ને છુપાવી પણ ક્યાં શકાય છે
કોઈ દૂર થઈ ગયું છે એને પાછું પણ ક્યાં બોલાવી શકાય છે
વીતેલા સમય ને ભુલાવી પણ ક્યાં શકાય છે
હેતલ. જોષી…
રાજકોટ