જે ખોરાક નિયમિત રીતે આપણે ખાઈએ છીએ તે સરળતા થી પાચન થાય તે ખુબ જરૂરી છે. નહીંતર ગેસ, અપચો અથવા કબજીયાતનું કારણ પણ એ જ ખોરાક બને છે જે શરીરમાં બીજી તકલીફો ઉભી કરે છે.ઘણી વાર પચવામાં ભારે, તીખો, તળેલો ખોરાક આપણા પેટને અમુક સમસ્યામાં મૂકી દે છે. તેથી પેટને માફક આવે તેવો અને સરળતા થી પચે તેવો જ ખોરાક લેવો જરૂરી છે. અહીં અમુક ખોરાક જે સુપાચ્ય છે તેની માહિતી આપેલ છે જેનો રોજિંદો ઉપયોગ કરવો સરળ બનશે।
ઓટસ : ઓટસ ખુબ જ નુટ્રિશનલ વૅલ્યુ ધરાવે છે. તેને સવારના નાસ્તા કે સાંજના દઈંનેરમાં પણ લઇ શકાય। તેમાં ફાઇબર છે જે પચવામાં ખુબ જ સરળ છે. સાથે જ તે બ્લડ સુગર બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે.
કેળું: કેળું પોટેશિયમ અને ફાઇબરયુક્ત ખોરાક છે. જે પચવામાં ઘણું સરળ છે. પરંતુ કેળાને બીજા ખોરાક સાથે પચાવવું અઘરું પડે છે. જેથી તેને દૂધ કે અન્ય કોઈ ખોરાક સાથે ના લેતા એકલું જ લેવું। કેળાથી કબજિયાતની સમસ્યા માંથી છુટકારો મળે છે.
નટ્સ : બદામ,અખરોટ, હેઝલનટ,કાજુ વગેરે સરળતા થી પાચન થઇ જાય તેવા સૂકા મેવા છે. જે ખુબ સારા પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ ધરાવે છે. અને કુદરતી ઓઇલ પણ ધરાવે છે. નટ્સ પેટ અને આંતરડાને કુદરતી તેલ પૂરું પાડે છે.
રાઈસ: વાઈટ કે બ્રાઉન રાઈસ પચાવમાં ઘણા સરળ છે. તેમાં પણ બ્રાઉન રાઈસ વધુ વિટામિન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડરટે અને ફાઇબર ધરાવે છે. તેને વધુ પાચક બનાવવા દહીં ઉમેરીને ખાવુ। જે સ્વાદની સાથે પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ પુરા પાડે છે. જે પાચનતંત્ર માટે ખુબ જ જરૂરી છે.
જેને પાચન ને લગતી સમસ્યા હોય તેણે હલકા પદાર્થોનું સેવન કરવું હિતાવહ રહે છે.