નમસ્કાર મિત્રો,
અગાઉના સપ્તાહોમાં આપણે ગુરુ ગ્રહના એકથી ચાર સ્થાનમાંના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. હવે આપણે જોઈએ કે પાંચમા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે.
પાંચમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી :
धर्म के नाम पर मांग, दुनिया को खाता
ईसासा ही बेच, अपना वह जाता
औलाद कदर से बुढापा उत्तम, सौदा ईमानी बढता हो
हाल बडो का बेशक कैसा, नसल आयदां फलता हो
ईसके गुरू के दिन लडका जन्मे, या कि जन्म शनि ९ हो
लेख सोया भी आ तब जागे, जोडी शेरो की बनती है
केतु मंदा औलाद हो मंदी, मंदे गुरु ऋण पितृ हो
चंद्र सूरज बुध उत्तम पापी, लावल्द होता न वह कभी हो
મિત્રો, લાલ કિતાબમાં પાંચમું સ્થાન ગુરુનું પાક્કું ઘર કહેવાય છે. આ સ્થાનમાં બિરાજમાન ગુરુ મહારાજને બ્રહ્મજ્ઞાની અને માનવતાના સ્વામી કહેવામાં આવ્યા છે. જો કે આવા જાતકો અમુક અંશે ગુસ્સાવાળા સ્વભાવના પણ હોય છે.
હવે આપણે પાંચમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
પાંચમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ :
મિત્રો, આવા જાતકો એક ખાસ પ્રકારની વિશેષતાવાળા અને સમાજમાં માન પ્રતિષ્ઠાવાળા હોય છે. આ સ્થાનના ગુરુને ધર્મના સર્વોચ્ચ સિંહાસને બેસેલા માનવામાં આવે છે. આથી ગુરુ – ખાન નંબર ૫ વળી કોઈ પણ વ્યક્તિ જો ધર્મના નામે કઈ પણ વસ્તુ માંગીને લે તો તેને જે કઈ પણ પ્રાપ્ત કર્યું છે તે ગુમાવાનો વારો આવી શકે છે. જો આવા જાતકો પોતાના સંતાનોને સાચવે અને તેમની કદર કરે તો વૃદ્ધાવસ્થામાં આ સંતાનો તરફથી તેમને ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. જો આવા જાતકને ઘેર જો ગુરુવારના દિવસે સંતાન જન્મે તો તે બાપ બેટાની જોડી ભાગ્યના મેદાનમાં બે સિંહોની જોડી જેવી બની જાય છે અર્થાત કે આવા બાપ બેટાની જોડી જે પણ કામમાં એક સાથે ઝંપલાવે એમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં સૂર્ય, ચંદ્ર અને પાપી ગ્રહો (શનિ, રાહુ અને કેતુ) ઉત્તમ અવસ્થામાં હોય તો જાતક કદી નિઃસંતાન નહિ રહે. જો રાહુ શુભ અવસ્થામાં હશે તો જાતક સરકારી ઓફિસર કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પાડવી પર આરૂઢ હશે. તેના હાથ નીચે ઘણા બધા લોકો કાર્ય કરતા હશે અને તેના મદદગાર સ્વભાવને લીધે તેને દુઆ આપતા હશે. જો આ કુંડળીમાં સૂર્ય, ચંદ્ર કે મંગલ નાવમાં સ્થાનમાં હોય તો આવા જાતકો ધન અને સંતાનની બાબતમાં કદી દુઃખી થતા નથી. જો ૨-૫-૯-૧૨ સ્થાનોમાં બુધ, શુક્ર, શનિ કે રાહુ ના હોય તો જાતકના પિતાથી લઈને પૌત્ર સુધી સહુ કોઈ સુખી જીવન માની શકે છે.
પાંચમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ :
મિત્રો, ઉપરના શ્લોકમાં એક સરસ વાત કહી છે :
धर्म के नाम पर मांग, दुनिया को खाता
ईसासा ही बेच, अपना वह जाता
જો આ કુંડળીમાં કેતુ અગિયારમા સ્થાને હોય અને જાતક ધર્મના નામે માંગીને ખાય અથવા કોઈ પણ દાન લે તો તે એના નિઃસંતાનપણા અને બરબાદીની પહેલી નિશાની હશે. આવા સંજોગોમાં જાતકને ત્યાં મૃત બાળક પણ જન્મી શકે છે. જો ૨-૫-૯-૧૨ સ્થાને બુધ-શુક્ર-શનિ કે રાહુ હોય તો જાતક ઉંમરના ૨૫-૩૪-૩૬ થી ૩૯-૪૨ અને ૪૮ માં વર્ષે જાતે જ એવું કોઈ કાર્ય કરી બેસે છે જેના લીધે તે પોતે ખાલી થઇ જાય. જો કેતુ અશુભ અવસ્થામાં હોય અથવા જયારે જયારે ગોચર ભ્રમણ કે વર્ષફળ અનુસાર ગુરુ બરબાદ થતા હશે ત્યારે જાતકના મામા અને તેમની સંતાનો પર તેની અવળી અસરો વર્તાતી રહે છે. જો આ કુંડળીમાં રાહુ નવમે હોય તો જાતકનું જીવન ભિક્ષાર્થે દોડતા સાધુ જેવું હોય છે.
મિત્રો, આપણે આપણા ગ્રહોને મહદંશે આપણી આદતોમાં સુધારો લાવીને જ તેમના શુભ પ્રભાવને મેળવી શકીએ છીએ. લાલ કિતાબના ઉપાયો એકદમ સરળ અને સચોટ હોય છે પણ અમુક એવા લોકો જે લાલ કિતાબને નથી સમજી શકતા તેઓ આ શાસ્ત્રને જાદૂ ટોના કે કાલી વિદ્યાઓ સાથે સરખાવે છે અને અમુક તો એવું પણ માને છે કે લાલ કિતાબ એ માણસને તેના પ્રભુથી દૂર કરવાનો રસ્તો છે પણ હકીકતમાં તો લાલ કિતાબ એક એવું શાસ્ત્ર છે જેના થકી તમે કોઈ મોંઘા નંગ કે વિધિઓ કાર્ય વગર જાતે જ પોતાનું જીવન એક સરસ માર્ગે લઇ જઈ શકો છો.
મિત્રો, જયારે કોઈ કુંડળીમાં પાંચમા સ્થાનનો ગુરુ હોય તો એ જાતકને હું પ્રસાદ માંગીને ખાવાની પણ ના કહેતો હોઉં છું. હવે જે લોકો લાલ કિતાબ નથી જાણતા એમને એમ લાગશે કે હું તેમને ઈશ્વરથી દૂર લઇ જવાની વાત કરું છું પણ આ એક ઔરાનું વિજ્ઞાન છે. મિત્રો પાંચમા સ્થાનના ગુરુ મહારાજ એ જાતકને ધર્મના સિંહાસન પર બેસાડે છે,તેને બધું જ સુખ આપે છે. આવા જાતકનું કામ હોય છે કે જ્યાં જરૂરત છે ત્યાં આપવાનું, નહિ કે લેવાનું.. જો આવા જાતકો ધર્મના નામે કઈ પણ લે તો આ સ્થાનના ગુરુ મહારાજનું ફળ અશુભ થઇ જશે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે સત્યનારાયણ દેવની કથામાં બેઠા હોઈએ તો પ્રસાદને ના નહિ કહેવાય. ચોક્કસ, આપણે પ્રસાદને લેવાની ના પણ નથી કહેવાની કે ના એનો અનાદર કરવાનો છે. આપણે એ પ્રસાદ લઈને તેને આંખે અડાડીને સત્યનારાયણદેવને પ્રણામ કરીને એ પ્રસાદ થોડોક ખાઈને બીજી કોઈ પણ વ્યક્તિને ખાવા આપી દેવાનો છે. આમ પ્રસાદનો અનાદર પણ નહિ થાય અને દેવનું માન પણ જળવાઈ રહેશે.
પાંચમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો :
૧. કૂતરો પાળવો અથવા તેની સેવા કરવી.
૨. ગણેશજીની નિત્ય પૂજા કરવી.
૩. ધર્મના નામે કઈ પણ ના લેવું.
૪. ૨-૫-૯-૧૧-૧૨ મા સ્થાને બિરાજેલા બુધ-શુક્ર-શનિ-રાહુના ઉપાયો કરવા. (જો કુંડળીમાં આ દશા હોય તો)
૫. પીપળાના વૃક્ષને પાણી ચડાવવું અને હળદર કે કેસરનું કાયમ તિલક કરવું.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭