પસ્તીમાં
અપાઈ ગયેલા
પુસ્તકની જેમ
ભલે અડધોપડધો,
હું..
વંચાયો હોઉ
કે
ન વંચાયેલા,
પાનાના. ઝાંખા પડી ગયેલા
અક્ષરો સમ
ન કદી
વંચાવાનો છું
કિંતુ…
અતિતના તવારખીયામાં
તો છું.. જ
ધબકતા
ઈતિહાસ માફક
આજે પણ.
-દિનેશ નાયક “અક્ષર”
પસ્તીમાં
અપાઈ ગયેલા
પુસ્તકની જેમ
ભલે અડધોપડધો,
હું..
વંચાયો હોઉ
કે
ન વંચાયેલા,
પાનાના. ઝાંખા પડી ગયેલા
અક્ષરો સમ
ન કદી
વંચાવાનો છું
કિંતુ…
અતિતના તવારખીયામાં
તો છું.. જ
ધબકતા
ઈતિહાસ માફક
આજે પણ.
-દિનેશ નાયક “અક્ષર”
ઝાંઝવાના જળ પીધાંની વાત છે, ને વચન ખોટા દીધાની વાત છે, લો બધા માની લઉં અપરાધ હું, આંગળીને ક્યાં ચિંધ્યાની વાત છે? પાંપણો પર ભાર પણ વર્તાય છે, દુખતું હો એ કિદ્યાની વાત છે, છે સતત ધારા અશ્રુની આંખમાં, હા હ્રદયને કંઈ વિંધ્યાની વાત છે, ના પહોચાયું કદી દિલમાં જરા, માર્ગ અવળો આ લીધાની વાત છે હિંમતસિંહ ઝાલા
પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે એટલે તો અસ્તિત્વને ય હવે ફિકર થાય છે પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે દૂર છે ને એ તો દૂરથી જ કરી શકે છે ખતા દગાઓનું પગેરું તો સદાય નિકટ થાય છે ધર્મની ગેરસમજ પણ ચકચૂર કરતું હોય છે નશાનો સમાનાર્થી સદા ક્યાં લિકર થાય છે અસત્યનાં પરિધાન ને શણગાર છે નિત્યનવાં દિગંબર સત્ય તો રોજ ઠેરઠેર ઠોકર ખાય છે સગવડિયો રાજમાર્ગ કે અગવડની શુભ કેડી મન અને હૃદયની તો રોજેરોજ ટક્કર થાય છે -મિત્તલ ખેતાણી
"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...
છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના પરિવાર માટે ખાસ "કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસર"નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન 16મી સપ્ટેમ્બર, 2023- શનિવારના રોજ અમદાવાદમાં ઈન્ક્મટેક્ષ પાસે આવેલ દિનેશ હોલ ખાતે સાંજે 8-00 કલાકેથી રાખવામાં આવ્યું છે. "સંબોધન- અભિવ્યક્તિ નો અવસર" કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર- વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરશે....
હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી, મોરપીંછથી તસવીર સજાવી દીધી. મોહનની મોરલીમાં છે મોહક જાદૂ, મીરાંએ ઝેર સાથે પ્રીત પચાવી દીધી. છેલ છબીલા છોગારાનાં કેવાં કામણ ! ઘેલી ગોપીઓએ તો ધૂમ મચાવી દીધી. વૃંદાવનની કુંજ ગલીઓ થઈ ધન્ય, મોહને મોહમયી માયા રચાવી દીધી. શ્રી યોગેશ્વર બન્યા જ્યાં રથના સારથિ, યુદ્ધ ભૂમિમાં સૌને ગીતા સુણાવી દીધી. -દિનેશ નાયક "અક્ષર"
નીકળે છે શોધવા રાત - દિ ખુદાને એકવાર અંતરમાં, ઝાંખી તો જો... કરે રોજ ઈબાદત ખુદ સુખી થવા કાજ બીજાને નિજાનંદ, આપી તો જો... તનને મઠારવા નવા માર્ગ શોધે , મનનો મેલ, કાઢી તો જો... આની કમાવાની અટકડ શોધે છે વાણીમાં નિર્મળતા લાવી તો જો... મદદ માટે આમ તેમ ફાંફાં મારે છે બીજાને મદદ કરી તો જો... ભલે કહે તું ખુદા બનીશ હું એકવાર માણસ બની તો જો... ~ દિવ્યા ચૌબિસા
હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો તેનું યોગ્ય સમજણ વગર કે ખોટું અર્થઘટન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન વધુ થવાની સંભાવના રહેલી છે. ઠંડાનો અર્થ વાસી ખોરાક એવો કદાપિ થતો નથી એ સમજવું અતિ આવશ્યક છે. કેમ કે ચોમાસાની રોગજન્ય ઋતુમાં વાસી ખોરાક ખાવો શરીર માટે નુકસાનકારક છે. ભગવદ્ ગીતામાં...
અખંડ ઝળહળે દીપકની જેમ સદાય, હીરો શોધે કચરામાંથી પણ એ શિક્ષક. ઉજાસ ફેલાવે તમસમાંથી જિંદગીનો, અંતર આત્મામાં દીપક પ્રગટાવે એ શિક્ષક. કાન પકડી કક્કો બારખડી શીખવાડે, જ્ઞાનની સરિતા અખંડ વહેડાવે એ શિક્ષક. પ્રેમ, હૂંફ ને લાગણીથી માથે હાથ ફેરવે, સાચા ખોટા નો ભેદ સમજાવે એ શિક્ષક. કઠિન માર્ગને સરળ બનાવી મંઝિલ દેખાડે, પુસ્તકનો મહિમા સમજાવે એ શિક્ષક. અમર તો આ દુનિયામાં કોઈ જ નથી, શિક્ષણ રૂપી અમૃત પીવડાવે એ શિક્ષક. નિતેશ પ્રજાપતિ (નિહર્ષ)
મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ શિવ શિવ શિવ શિવ નામ જપનથી થાતાં સઘળાં કામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । આજથી પહેલા , આજ પછીથી ના આજે અત્યારે મહાકાલ મહાદેવથી મોટું નથી કોઇ , ના થાશે આદિ અનાદિ શિવનું સમસ્ત સચરાચર છે ધામ મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । ભક્તિ ભાવનો ભૂખ્યો છે ભલે ભોળિયો છે ભગવાન ત્રિનેત્ર ખૂલતાં રાખની ઢગલી ભૂલો જો સન્માન દક્ષયજ્ઞનો ભંગ કર્યો થયું જ્યાં સતીનું અપમાન મહાદેવથી મોટું કેવળ મહાદેવનું નામ ૐ નમઃ શિવાય । ૐ નમઃ શિવાય । કુબેર કેરો...
એવાય હોય છે ગુજરાતી જે જાણે તો છે ગુજરાતી એવાય હોય છે ગુજરાતી બોલે શરમાતા ગુજરાતી સહુને સહુની ભાષા વ્હાલી ઓળખ સાચવી જાણે ભાષા છે સરનામું આપણું સાચવી લેતી ટાણે મૂલ્ય સમજતી દુનિયા આખી પોતાની ભાષાનું સંતાનોને હૈયે ગૌરવ પોતાની માતાનું એવાય હોય છે ગુજરાતી જેને નથી બોલવું ગુજરાતી એવાય હોય છે ગુજરાતી જેને નથી ગણાવું ગુજરાતી - તુષાર શુક્લ
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.