શુ તમને કબજિયાત છે?
શું તમને અનાવશ્યક વાયુને શરીરમાંથી બહાર ફેકવી છે?
શું તમને પેટ, કમરની અનાવશ્યક ચરબી ઘટાડવી છે?
શું તમને પોતાના શરીરનો દેખાવ સુધારવો છે?
તો અહીં છે આ બધી મુશ્કેલીઓનો એક ઉપાય, જે છે “પવનમુક્તાસન”. આ આસન કરવાથી તમને આ લાભો થાય છે.
રીત –
૧. સૌ પહેલા તમને પીઠના બળે સુઈ જવું.
૨. પછી ઘૂંટણને છાતી તરફ લઈ જવું અને બન્ને હાથની આંગળીઓને એક બીજામાં પરોવવી.
૩. તમારું નાક ઘૂંટણને સ્પર્શ કરે તેવો પ્રયત્ન કરવો.
૪. આ આસનમાં તમને 30 થી 60 સેકન્ડ સુધી રહેવું.
ચેતવણી –
ધ્યાન રાખજો કે જેમને પેટનું ઓપરેશન થયું હોય કે પછી હર્નિયા કે પાઈલ્સની બીમારી હોય તે આ ન કરે કે પછી કોઈકની જાણકારી લઈને જ કરવું.