પળવાર માં આ શું થઈ ગયું…
ક્ષણો ખુશીઓની વીતતી હતી
પરિવાર સાથે આનંદ ચાલતો હતો
સેલ્ફી અને ફોટાઓ પાડી રહયા હતા
આનંદ અને ખુશીઓની પળો લોકો માણી રહયા હતા
તો શું થયું આ કાળ ને જે લોકો પર વરસી ગયો
ખુશીઓની ક્ષણો એ માતમ માં ફેરવી ગયો
ભરખી ગયો સહુને એ પળવાર માં
એતો મોતનો આંતક પળવાર માં મચાવી ગયો
થયા ઘણા પરિવાર વિખુટા અહીં
વિખેરાઈ ગયા કંઈક માનવી માળા અહીં
શોધે નહીં જડે એ હવે એતો પ્રભુ શરણે થઈ ગયા
વાંક કાળ બનેલા કુદરતનો કે માનવી નો
જે હોય તે પણ આજે ઘણા પરિવાર વિખેરાઈ ગયા
રાહ જોઈ રહેલા બાળકો માતા -પિતા થી વિખુટા થઈ ગયા
ઘણા પરિવાર દિપક પણ બુઝાઈ ગયા
આપી જખ્મો જીવન ભર ના કાળ હવે કેમ શાંત થઈ ગયો
રહીગઈ બસ એ ચીસો કાન માં સદાય ને માટે અને એક ખોટ જીવન ભર માટે એ દઈગયો
આ કાળ પણ કેવો વેરી થઈ ગયો પળવાર માં આ શું કરી ગયો
પળવાર માં આ શું કરી ગયો
હેતલ. જોષી