સુધાકર ઓફિસમાં દાખલ થયો ત્યાં જ એક વ્યક્તિ તેની સાથે ટકરાઈ, એ વ્યક્તિનો ચહેરો ગુસ્સો અને નફરતને લીધે કંપતો હતો , સુધાકરે જોયું તો એ ચાંદની હતી, જે એક સમયે તેની સહાધ્યાયી હતી.
ચાંદની દેખાવમાં આસમાનની કોઈ અપ્સરાથી કમ ન હતી. ભણવામાં પણ હોશિયાર અને નિરાભિમાની. બધા જ એના મિત્ર . કોલેજ પૂરી થતાં જ મયંક સાથે તેના લગ્ન થઈ ગયા. જાણે કે વિષ્ણુ- લક્ષ્મીની જોડી જ પૃથ્વી પર આવી હોય. લગ્નના બે વર્ષમાં એક દીકરીનો જન્મ થયો અને ખુશી રૂપી સોનામાં સુગંધ ભળી બધા દિવસો સરખા રહેતાં નથી.
મયંકનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું એ વાત સુધાકરને ખબર હતી. આજે આમ ઓચિંતા જ ચાંદની ટકરાઈ એટલે સુધાકરે એને શાંત કરી અને બાજુમાં જ આવેલા મંદિરમાં લઈ ગયો.
પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી અને પાણી આપ્યું, પછી પુછ્યું કે કેમ આજે તું આટલા ગુસ્સામાં હતી, ત્યારે ચાંદનીએ કહ્યું કે મયંકના ગયા પછી હું છ માસથી જોબ શોધું છું પણ દરેક જગ્યાએ એક જ વાત બને છે ,મારૂ રૂપ જ મારૂ દુશ્મન બની ગયું છે, આટલું કહીને તે રડવા લાગી.
સુધાકર થોડી વાર પછી બોલ્યો કે પ્લીઝ મને ગલત ન સમજતી, તું મને કોલેજ સમયથી ખૂબ ગમે છે, અને એ સ્થાન આજ સુધી હું કોઈને આપી શક્યો નથી. જો તું હા કહે તો હું તારી દીકરીને મારૂ નામ આપવા ઈચ્છું છું. તારી સાથે બાકીની જિંદગી જીવવા ઈચ્છું છું. હું મયંકનો પર્યાય બનવા ઈચ્છુ છું. તું દસ મિનિટમાં વિચારી લે, જો તારી હા હોય તો તું મંદિરમાં આવજે, અને હા , તારા કોઈ નિર્ણયથી મારી મિત્રતામાં કોઈ ફર્ક નહીં આવે. આટલું કહીને સુધાકર ચાલ્યો ગયો.
છ મહિનામાં જ તે એકલી સફર કરી થાકી ગઈ હતી, પાંચ મિનિટમાં જ તે મયંકના પર્યાયને સ્વીકાર કરવા તૈયાર થઈ. મંદિરમાં માતાજીની સાક્ષી એ સુધાકરે સિંદુર પૂર્યું. એક વિધવા ફરી સુહાગન બની ગઈ.
Related